તા. ૧૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૪ બુધવાર
News of Tuesday, 17th November 2026
૬૫ વર્ષના વૃધ્ધા સંચાલીત જૂગારધામમાં દરોડોઃ ૮ મહિલા પત્તા ટીચતા પકડાયા
આલાપ પામ કસ્તુરી વિલેજ પાસે ઇસ્કોન હાઇટ્સમાં દરોડો તાલુકા પીએસઆઇ એમ. એન. પીઠીયા, મયુરભાઇ, ઘનશ્યામસિંહ સહિતની કામગીરી

રાજકોટ તા. ૧૭: શહેરના કાલાવડ રોડ પર ઇસ્કોન હાઇટ્સ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસ દરોડો પાડી ઘરધણી વૃધ્ધા સહિત ૮ મહિલાને પકડી લઇ રૂા. ૨૨૫૫૦ની રોકડ કબ્જે કરી હતી. વૃધ્ધાએ પોતાના ઘરમાં બહારની મહિલાઓને બોલાવી જૂગાર રમાડવાનું ચાલુ કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આલાપ પામ મેઈન રોડ પરના ઇસ્કોન હાઇટ્સ ફ્લેટમાં સી-૩૦૪ ખાતે ભાડેથી રહેતાં જોશનાબેન ચંદુભાઇ ઘેટીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધા પોતાના ઘરમાં જૂગારધામ ચલાવતાં હોવાની બાતમી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ ભરતભાઈ ઠાકર સહિતને મળતાં દરોડો પાડયો હતો. પોલીસે વૃધ્ધા જોશનાબેન તેમજ મોદી સ્કૂલ ૧૫૦ ફૂટ રિંગ રોડ ગાત્રાળ હોટેલ સામે સન્મુખ અપાર્ટમેન્ટ બીજા માળે રહેતાં હર્ષાબેન સુરેશકુમાર માણસુરીયા (ઉ.વ. ૫૮), ગાત્રાળ હોટેલ સામે સિધ્ધી હેરીટેજ સી-૨/૨૦૨માં રહેતાં દિનાબેન શશીકાંતભાઈ મારડીયા (ઉ.વ. ૬૬), પુષ્કરધામ મેઈન રોડ કેલવમ સોસાયટી સામે આરએમસી ક્વાટર બ્લોક નં. ૪/૧૨૮૬માં રહેતાં અનીશાબેન યુસુફખાન પઠાણ (ઉ.વ. ૪૫), ૧૫૦ ફૂટ રિંગ રોડ બાલાજી હોલ પાછળ કદમ અપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૧માં રહેતાં ડીમ્પલબેન જસ્મીનભાઈ કિકાણી (ઉ.વ.૪૫), રામનાથપરા શેરી નં. ૪ માં રહતાં ભારતીબેન ભીમજીભાઈ બાંભણીયા (ઉ.વ. ૩૭), મવડી રામધણ પાછળ ગુરુદેવ પાર્ક શેરી નં. ૧માં રહેતાં નયનાબેન રમેશભાઈ ગોહેલ (ઉ.વ. ૫૦) તેમજ સ્પીડવેલ ચોક પાછળ સીતાજી ટાઉનશીપ બ્લોક નં. ૬૦૩માં રહેતાં સરોજબેન સુરેશભાઈ રાવલ (ઉ.વ. ૬૨)ને જૂગાર રમતાં પકડી લીધા હતાં.
પોલીસે રૂા. ૨૨૫૫૦ની રોકડ અને ગંજીપાના કબ્જે કર્યા હતાં. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. પીઠીયા, મયુરભાઇ ઠાકર, ઘનશ્યામસિંહ ડભી, અજયસિંહ જાડેજા, પાર્થભાઇ સોજીત્રા સહિતે આ કામગીરી કરી હતી
(4:04 PM IST)










