તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
ગાંધીગ્રામના અંજલી પાર્કમાં મહિલા સંચાલીત જૂગારધામમાં દરોડોઃ મહિલાઓ સહિત ૯ પકડાયા
માંડાડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં જાહેરમાં પત્તા ટીચતા પાંચ પકડાયા

રાજકોટ તા. ૨૫: જૂગારના બે દરોડામાં ગાંધીગ્રામ અને આજીડેમ પોલીસે ઘરમાં તથા જાહેરમાં રમવા બેઠેલા ૧૪ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતાં. જેમાં ગાંધીગ્રામ પોલીસે અંજલી પાર્કમાં મહિલા સંચાલીત જૂગારધામમાંથી નવને અને આજીડેમ પોલીસે માંડા ડુંગર પાસે જાહેરમાં જૂગાર રમતાં પાંચને પકડયા હતાં.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અંજલીપાર્ક-૩માં રહેતાં રતનબા નામના મહિલા પોતાના ઘરમાં માણસો ભેગા કરી જુગાર રમાડી રહ્યા છે. તેના આધારે દરોડો પાડી ઘરધણી રતનબા મનુભા ઝાલા તેમજ જૂગાર રમવા આવેલા ભારતીબેન રવિભાઇ ચાવડા (રહે. નાણાવટી ચોક નાઇન એવન્યુ પાસે સત્તાધાર પાર્ક-૪), પારૂલબા તખતસિંહ ચુડાસમા (રહે. કોઠારીયા રોડ માઇલ સ્ટોન એપાર્ટમેન્ટ), પૂજાબેન અલ્પેશભાઇ મલકાણ (રહે. આરએમસી ક્વાર્ટર રૈયા રોડ તુલસી સુપર માર્કેટ પાસે), રૂબીનાબેન ઇકબાલભાઇ સંધી (રહે. ઇન્ડિયન પાર્ક ક્વાર્ટર, રૈયા રોડ), હંસાબેન હિતેષભાઇ મારૂ (રહે. જીવંતીકા પાર્ક-૮), રૂપલબેન બળવંતભાઇ વાજા (રહે. આલાપ ગ્રીન સવન સીગ્નેટ સામે આરએમસી ક્વાર્ટર), અક્ષય દિનેશભાઇ વૈષ્ણવ (રહે. ગાંધીગ્રામ શેરી નં. ૯) અને હિરેન માધાભાઇ પરમાર (રહે. ગાંધીગ્રામ-૯)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૧૦૨૫૦ની રોકડ કબ્જે કરી હતી.
જ્યારે આજીડેમ પોલીસે માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટી-૨માં દરોડો પાડી જાહેરમાં પત્તે રમી રહેલા આ સોસાયટીમાં જ રહેતાં ભરત ભીખાભાઇ ધોરાળીયા, વિનોદ જીણાભાઇ મકવાણા (રહે. વેલનાથપરા-૧૭/૨૧, બેડી ચોકડી), હિતેષ જેરામભાઇ રૂદાતલા (રહે. સંતોષીનગર-૯ પાણીના ટાંકા પાસે રેલનગર), લાલજી રાયધનભાઇ ચાવડા (રહે. સંતોષીનગર મેઇન રોડ) અને સંજય લક્ષમણભાઇ ચાવડા (રહે. પરાસર પાર્ક-૧ જામનગર રોડ)ને પકડી લઇ રૂા. ૧૩૮૫૦ની રોકડ કબ્જે લીધી હતી.
(2:25 PM IST)










