<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

રાજકોટ જિલ્લામાં પાંચ સ્‍થળે દરોડાઃ જુગાર રમતી ૯ મહિલા સહિત ર૭ પત્તાપ્રેમી ઝડપાયા

ભાયાવદર, લોધીકા, શાપર અને ઉપલેટા પોલીસના ભાયાવદર, મોટી પાનેલી, રાવકી, પારડી અને લીલાખા ગામે દરોડા

રાજકોટ તા. ૧૭: રાજકોટ જિલ્લામાં જુગારનું દુષણ વધ્‍યું છે. ભાયાવદર, લોધીકા, શાપર અને ઉપલેટા પોલીસે ભાયાવદરમાં હોબીધાર વિસ્‍તાર, મોટી પાનેલી ગામ, રાવકી ગામ, પારડી ગામ અને લીલાખા ગામે દરોડા પાડી જુગાર રમતી ૯ મહિલા સહિત ર૭ને ઝડપી લીધા હતા.

ભાયાવદર પોલીસે હોળીધાર વિસ્‍તારમાં જાહેરમાં જૂગાર રમતા જીજ્ઞેશ વાલજીભાઇ મહેતા (ઉ.૪ર) રહે. બુટાવદર, તા. જામજોધપુર, હિરજી બીજલભાઇ મુછડીયા (ઉ.પર) રહે. પડવલા, તા. ઉપલેટા, જયેશ રામભાઇ પરમાર (ઉ.૩૦) રહે. ભોદગામ તા. રાણાવાવ અને ધર્મેશ રામજીભાઇ ડોડીયા (ઉ.૩૮) રહે. ભાયાવદર ફુલવાડી) ને રૂા. ર૦૮૩૦ ની રોડક સાથે પકડી લીધા હતાં.

જયારે મોટી પાનેલી ગામ પ્રગટેશ્વર મંદિર પાસે અવેડાની બાજુમાં જાહેરમાં જૂગાર રમતા હિતેશ ઉર્ફે ભોલો બાલુભાઇ ઠકરાણી (ઉ.૩૬) ભીખા ખોડાભાઇ વાઘેલા (ઉ.પપ) દર્શીત ઉર્ફે દાનો પરસોતમભાઇ પરેયા (ઉ.ર૬)  આશીષ રમેશભાઇ  રાનેરા ઉ.ર૬ રહે બધા રહે. મોટીને રૂા. ૧ લાખની રોકડ સહિત રૂા. ૧.૪૧ લાખની રોકડ સાથે પકડી લીધા હતાં.

ત્રીજા દરોડામાં લોધીકા પોલીસે રાવકી ગામે ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ભરડીયા પાછળ જાહેરમાં જુગાર રમતા સર્વેશ રામસુરેશ પાસવાન (ઉ.વ.ર૧) હનુમાન ગુરઇ પાસવાન (ઉ.વ.રર) પારસ કીર્યારામ પાસવાન (ઉ.વ.રપ) અમરીશ રામઅવધ પાસવાન (ઉ.વ.ર૩) કનૈયાલાલ મુન્‍નાલાલ પાસવાન (ઉ.વ.ર૯) અને યોગેશ ભગ્નીરામ રાજભર (ઉ.વ.ર૪)રહે. બધા હાલ રાવકીને રૂા. ૧ર હજારની રોકડ, પાંચ ફોન સહિત રૂા. ૬૦ હજારની મતા સાથે પકડી લીધા હતા.ચોથા દરોડામાં શાપર પોલીસે ગામ પડવલા તરફ જતા રસ્‍તે શીવમપાર્ક સોસાયટી શેરી નં. ૩ ખાતે જાહેરમાં જુગાર રમતા કંચનબેન બાબુભાઇ માકડીયા (ઉ.વ. ૪૦) કરસીલા અશોકભાઇ પરમાર (ઉ.વ. ૩૪), ક્રિષ્‍ના સાગરભાઇ રાણવા (ઉ.વ. ૩૧) ભાવનાબેન મહેશભાઇ પાતર (ઉ.વ. ૩૦), સપનાબેન સામતભાઇ પરમાર (ઉ.વ. ર૭), રીટાબેન દિનેશભાઇ વાઘેલા (ઉ.વ. ૪૦), જયાબેન જયંતીભાઇ કટારીયા (ઉ.વ. ૪૦), લીલાવતીબેન પ્રવીણભાઇ રાઠોડ (ઉ.વ. ૩૦) અને સવીતાબેન માધાભાઇ પરમાર (ઉ.વ. ૬૦, રહે બધા પારડી) ને  રૂા. ૧પર૬૦ ની રોકડ સાથે પકડી લીધા હતા. પાંચમાં દરોડામાં ઉપલેટા પોલીસે લીલાખા ગામે જાહેરમાં જુગાર રમતા કારા વિરાભાઇ બાબરીયા (ઉ.વ.પપ), શૈલેષ રાયસીંગ બાબરીયા (ઉ.વ.૩૮) અને ધના વાલાભાઇ વઘેરા (રહે.ત્રણેય લીલાખા)ને રૂા.૧૪,૧૪૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

(1:20 PM IST)