News of Wednesday, 8th July 2026
ફલેટમાં, ઘરમાં ચાલતાં જૂગારધામ પર દરોડાઃ ૧.૧૯ લાખ સાથે ૧૧ પકડાયા
નાના મવા રોડ પર જમુના હેરીટેઝના આશ્રય-બી એપાર્ટમેન્ટમાં હરેશ ભીમાણીના ફલેટમાં પીસીબીનો, બાલાજી હોલ પાછળ શ્રીરામ સોસાયટીમાં અશ્વીન તાળાના ઘરમાં ડીસીબીનો દરોડો

રાજકોટ તા. ૮: શહેરમાં દારૂ અને જુગારની પ્રવળત્તિઓ નાબુદ કરવા પીસીબી, ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બે અલગ અલગ સ્થળે દરોડા પાડી જૂગાર રમતાં ૧૧ને પકડી લીધા હતાં. નાના મવા રોડ પર આશ્રય એપાર્ટમેન્ટમાં અને બાલાજી હોલ પાસે શ્રીરામ પાર્ક સોસાયટીમાં ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ પીસીબીના કોન્સ. યુવરાજસિંહ રાણા, હેડકોન્સ. વિજયભાઈ મેતા તથા કુલદિપસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે નાના મવા મેઇન રોડ ગાંધી સ્કૂલની સામે આવેલા આશ્રય બી એપાર્ટમેન્ટના ફલેટ નં. ૧૦૧ જમુના હેરીટેજ સોસાયટી ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફ્લેટમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા ફ્લેટ માલિક હરેશ કેશવજીભાઈ ભીમાણી તેમજ તેની સાથે જૂગાર રમી રહેલા સંદીપ અંબાવીભાઈ હીનશુ (ઉ.વ.૩૮, રહે. ૩૦૧, ધ-નેસ્ટ અંબીકા ટાઉનશીપ, જીવરાજપાર્ક, રાજકોટ), ડેનીશકુમાર ચંદુભાઈ ડેડકીયા (ઉ.વ.૪૬, રહે. શ્રીજી એકઝોટીકા એ-૬૦૪ સત્યજીત સોપાનની બાજુમાં, અંબીકા ટાઉનશીપ), જસ્મીનકુમાર હંસરાજભાઈ મણવર (ઉ.વ.૩૭, રહે. ૪૦૧, સીધ્ધી ગોલ્ડ એપાર્ટમેન્ટ, મોદી સ્કૂલની બાજુમાં, જીવરાજ પાર્ક), હાર્દિક પ્રવીણભાઈ ગોરીયા (ઉ.વ.૩૦, રહે. એ-૨૦૨, હીરવીલ્લા એપાર્ટમેન્ટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ મેઇન રોડ) અને પાર્થ ઉદયભાઈ હાંસલીયા (ઉ.વ.૩૧, રહે. બી-૭૦૩ સીલ્વર એવન્યુ, જીવરાજ પાર્ક)ને જૂગાર રમતાં પકડી લઇ પટમાંથી અને અંગ જડથીમાંથી રૂા. ૫૭,૦૦૦ રોકડા કબ્જે કર્યા હતાં. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજાની રાહબરીમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યારે બીજા દરોડામા ડીસીપી પોલીસ સ્ટેશનના કોન્સ. નીકુંજભાઇ મારવીયા, એએસઆઇ મહેશભાઇ સોલંકી, કોન્સ. ધર્મરાજસિંહ રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સંયુક્ત બાતમી પરથી ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાછળ શ્રીરામ પાર્ક સોસાયટી-૫, કે. જી .ધોળકીયા સ્કૂલ પાસે રહેતાં અશ્વિન રણછોડભાઇ તાળા (ઉ.વ.૪૮)ના ઘરમાં દરોડો પાડી તેને તથા જયકુમાર જમનભાઈ પટેલ (ઉ.વ.૨૯, રહે. કામધેનુ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.૩૦૨, ન્યુ પરિમલ સ્કૂલ વાળો રોડ, આત્મીય કોલેજની સામે), પ્રિન્સ અશ્વિનભાઈ તાળા (ઉ.વ.૨૩, રહે. શ્રીરામપાર્ક સોસાયટી, શેરી નં.૫), અંકુર રાવતભાઈ ડેર (ઉ.વ.૩૬, રહે. ઋષિકેશ સોસાયટી, શેરી નં.૧, યુનિવર્સિટી રોડ, આયુર્વેદિક હોસ્પિટલ પાછળ) અને શૈલેષ પુનાભાઈ ટાંક (ઉ.વ.૪૦, રહે. ઋષિકેશ સોસાયટી, શેરી નં.૧, આયુર્વેદિક હોસ્પિટલ પાછળ)ને જુગાર રમતા ઝડપી રૂા. ૬૨૨૦૦ રોકડા કબ્જે કર્યા હતાં. પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા અને ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
(2:59 PM IST)










