હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st October 2026
રાજકોટના ભાયાસરમાં ખાણ-ખનીજના દરોડાઃ ગેરકાયદે હાર્ડમોરમનું ખનન ઝડપી લીધુઃ ૧ કરોડનો મુદામાલ સીઝ

રાજકોટ, તા. ર૧: ખાણ-ખનીજના મદદનિશ નિયામકશ્રી અંકિત ભટ્ટની સુચના બાદ ફલાઇંગ સ્કવોર્ડે ભાયાસર તા.જી.રાજકોટ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજ ખનન/વહન અન્વયે ૧ જેસીબી કંપનીનું એક્સકેવેટર મશીન અને ૨ ડમ્પર ઝડપી લીધા હતા. જે સ્થાનિકે ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજ ખનન/વહનમાં સંકળાયેલ હોવાનું ફલિત થતા આશરે કુલ ૧ કરોડનો મુદામાલ સીઝ કરી આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ. સ્થાનિકે થયેલ તાજા હાર્ડમોરમ ખનીજ ખનનની માપણી કરવામાં આવેલ છે હવે પછી આગળની દંડકીય કાર્યવાહી કચેરી ખાતેથી કરવામાં આવશે તેમ અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.(
(2:32 PM IST)










