<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ધાબડીયું વાતાવરણઃ વાદળોની જમાવટઃ રાજકોટવાસીઓ પૂછી રહ્યા છે - મેઘરાજા મન મૂકીને ક્‍યારે વરસશો?

રાજકોટઃ રંગીલા રાજકોટમાં છેલ્‍લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. શહેર ઉપર આખો દિવસ કાળાડીબાંગ ધાબડીયું વાતાવરણ છવાયેલું રહે છે, પરંતુ મેઘરાજા માત્ર એંધાણ આપીને છટકી જતા હોય તેમ લાગી રહ્યું છે. વાદળોની ઘેરાબંધી વચ્‍ચે અસહ્ય બફારા અને ઉકળાટથી નગરજનોને થોડી રાહત મળી છે. ત્‍યારે સૌ કોઈના મુખે એક જ સવાલ છે કે  મેઘરાજા આખરે મન મૂકીને ક્‍યારે વરસશે?

સવારથી જ આકાશમાં વાદળોની ફોજ જમા થઈ જાય છે અને એવું લાગે છે કે હમણાં જ મુશળધાર વરસાદ તૂટી પડશે. પરંતુ, માત્ર પવનના સપાટા અને હળવા ઝાપટાં આપીને વાદળો વિખેરાઈ જાય છે.

હવામાન વિભાગ અને લોકલ આગાહીકારોના જણાવ્‍યા અનુસાર, વાતાવરણમાં સાયક્‍લોનિક સરક્‍યુલેશન અને ભેજવાળા પવનો સક્રિય હોવાથી આ સ્‍થિતિ સર્જાઈ છે. જોકે, આગામી ૨૪ થી ૪૮ કલાકમાં સિસ્‍ટમ્‍સ વધુ મજબૂત બનતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી પૂર્ણ શક્‍યતાઓ સેવાઈ રહી છે.હવે જોવાનું એ રહેશે કે મેઘરાજા રાજકોટવાસીઓની આ આતુરતાનો અંત ક્‍યારે લાવે છે.

(3:24 PM IST)