<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

શ્રધ્‍ધા પાર્કમાં છુટાછેડા બાદ ગુમસુમ રહેતાં રાજ કાપડીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

પિતાને આજીડેમ પાસે દુકાનઃ પોતે નાના સાથે રહેતો હતો

રાજકોટ તા. ૩: આપઘાતના વધુ એક બનાવમાં એક યુવાને જીવ આપી દીધો હતો. કોઠારીયા રોડ પર શ્રધ્‍ધા સોસાયટીમાં રહેતાં યુવાને છુટાછેડા થઇ ગયા બાદ ચિંતામાં રહેતો હોઇ ગળાફાંસો ખાઇ લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર શ્રધ્‍ધા પાર્ક શેરી નં-૫માં રહેતો રાજ શાંતિલાલ કાપડિયા (ઉ.વ.૨૨) નામના  યુવકે રાત્રીના નવેક વાગ્‍યે પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. રાજ લાંબો સમય સુધી રૂમમાંથી બહાર ન આવતા તેના નાના જોવા તેને લટકતો જોઇ હતપ્રભ થઇ ગયા હતાં. દેકારો મચાવતાં આડોશી પાડોશી ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી. તેના તબિબે તેને મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો.

 બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ સ્‍ટેશનના એએસઆઇ કલ્‍પેશસિંહ ગોહિલ, તોરલબેન સહિતે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રાજ ઇલેક્‍ટ્રીક કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેના ચારેક મહિના પહેલા છૂટાછેડા થઇ જતા તેના નાના સાથે રહેતો હતો. તેના પિતાને આજીડેમ રોડ પર સહજાનંદ ટાયર નામની દુકાન છે, માતા હયાત નથી. છુટાછેડા પછી તે સતત ગુમસુમ રહેતો હતો અને એકલવાયુ જીવન થઇ ગયું હોઇ આ કારણે પગલુ ભર્યાની શક્‍યતા છે. એકના એક દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી

(3:42 PM IST)