તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
રાજસ્થાની બુટલેગર શૈલેન્દ્ર ઉર્ફે મુકેશ ઉર્ફે ઢોલુને પાસામાં ધકેલી દેવાયો
ક્રાઇમ બ્રાંચે વોરન્ટ બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલ્યો

રાજકોટ તા. ૨૯: શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ વધુ એક શખ્સને પાસા તળે જેલમાં મોકલી દીધો છે. શૈલેન્દ્ર ઉર્ફે મુકેશ ઉર્ફે ઢોલુ પુરખારામ ગોદારા (ઉ.વ.૩૨) મુળ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટીબી તાલુકાના ગામનો વતની છે. તેના વિરૂધ્ધ રાજકોટ ડીસીબી પોલીસમા તેજમ અગાઉ બગોદરા, રાજકોટ ગ્રામ્ય વિંછીયા, રાજકોટ શહેર એરપોર્ટ પોલીસમાં દારૂના ગુના નોંધાયા હતા.
એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરખાસ્ત તેયાર કરાઇ હતી. જે પોલીસ કમિશનર દ્વારા મંજુર થઇ હતી અને આ શખ્સને અમદાવાદ જેલમાં મોકલી દેવાયો હતો. આ કામગીરી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ પોપટભાઇ ગમારા તથા ડ્રાઇવર રામશીભાઇ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
(4:10 PM IST)










