<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજકોટના કોઠારીયામાં રવિવારે રાજગોર બ્રાહ્મણ : પરિવારનું સ્‍નેહમિલન - લોકાર્પણ - સન્‍માન સમારોહ

સમાજના નવનિર્મિત મકાનનું લોકાર્પણ, સંતોના સામૈયા, દાતાઓનું સન્‍માન અને રાત્રે લોકડાયરો : બાલા હનુમાન મઢી ખાતે ભવ્‍ય આયોજન

રાજકોટ તા. ૨૫ : રાજગોર બ્રાહ્મણ પરિવાર કોઠારીયા વોર્ડ નં. ૧૮ રાજકોટ દ્વારા સ્‍નેહ મિલન, લોકાર્પણ અને સન્‍માન સમારોહનો ત્રિવિધ કાર્યક્રમ આગામી તા. ૨૯-૧૧-૨૦૨૬ના રવિવારે બપોરે ૩-૩૦ કલાકે યોજવામાં આવેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજગોર બ્રાહ્મણ પરિવારના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ કાર્યક્રમ શ્રી બાલા હનુમાન મઢી, કોઠારીયા રીંગ રોડ ચોકડી પાસે, બ્રાહ્મ ણી હોલની સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્‍યો છે.

સમારોહની રૂપરેખા મુજબ સાંજે ૪ કલાકે સંતોના સામૈયા રમેશભાઈ મહેતાના નિવાસ સ્‍થાનેથી નીકળશે, સાંજે ૫ કલાકે સમાજના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવશે, સાંજે ૬ કલાકે દીપ પ્રાગટય, સાંજે ૬ કલાકે દાતાશ્રીઓનું સન્‍માન, સાંજે ૬-૩૦ કલાકે સંતોના આશીર્વચન, સાંજે ૭-૩૦ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૧૦ કલાકે લોકડાયરો યોજાશે. લોકડાયરામાં રીટાબેન રાજગોર, સાગરદાન બારોટ, શાંતીરામ ગોંડલીયા, વિધીબેન મહેતા, હાર્દિકભાઈ જોષી, નયનાબેન જોષી, ભુપતભાઈ મહેતા અને પ્રિત બોરીસાગર પોતાની કલા રજૂ કરશે. આ સમારોહમાં પ.પૂ. સંતશ્રી મુકતાનંદ બાપુ સુરેવધામ ચાંપરડા, પ.પૂ. શ્રી રામ બાલકદાસ બાપુ વાંકુની ધાર, પ.પૂ. શ્રી જોષીબાપા જેતપુર, પ.પૂ. શ્રી ભક્‍તિપ્રસાદ સ્‍વામી ખીરસરા, પ.પૂ. શ્રી મંગલનાથજી બાપુ કોઠારીયા, પ.પૂ. શ્રી રતીલાલ દાદા ગાયત્રીધામ ચલાલા, પ.પૂ.  શ્રી નિલકંઠ સ્‍વામી જેતપુર, પ.પૂ. શ્રી જગુરામબાપા ધુનડા, પ.પૂ. શ્રી જેન્‍તીરામબાપા ધુનડા, પ.પૂ.  શ્રી ભાવેશવન સઈજ અને પ.પૂ.  શ્રી સુખરામબાપુ દાણીધાર સહિતના સંતોના આશીર્વાદ મળશે.

નવું મકાન દાતાશ્રીઓના દાનથી નિર્માણ પામ્‍યું છે અને તેનું લોકાર્પણ સમાજ માટે ગૌરવની ક્ષણ બનશે, આ પ્રસંગે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતી સેવા સંઘ સૌરાષ્‍ટ્રના તમામ ટ્રસ્‍ટીઓ, હોદ્દેદારો, જ્ઞાતીના અગ્રણીઓ અને વિવિધ કમિટીઓના સભ્‍યો અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે.આયોજનની જવાબદારી ચેરમેન શ્રી રમેશભાઈ દેવશંકરભાઈ મહેતા, પ્રમુખ શ્રી કલ્‍પેશભાઈ ગોરધનભાઈ બામટા અને મંત્રીશ્રી કિશોરભાઈ વિનોદભાઈ દવે સહિતની કારોબારી સંભાળી રહ્યા છે.

સમગ્ર સમારોહને સફળ બનાવવા મેનેજીંગ ટ્રસ્‍ટી ગોરધનભાઇ પરષોતમભાઇ બામટા, ટ્રસ્‍ટીઓ સર્વશ્રી અનિલભાઇ જોષી, જીતુભાઇ તેરૈયા, વિજયભાઇ બોરીસાગર, રમેશભાઇ મહેતા, નરેન્‍દ્રભાઇ ધ્રાંગડ, પરેશભાઇ મહેતા, પ્રકાશભાઇ જોષી, યોગેશભાઇ મહેતા, કમલેશભાઇ બોરીસાગર, જગદીશભાઇ ધ્રાંગડ, ભરતભાઇ ભરાડ, જયેશભાઇ મહેતા તેમજ સભ્‍યો સર્વશ્રી ચિરાગભાઇ બોરીસાગર, વિનુભાઇ તેરૈયા, ધનજીભાઇ વેગડા, નરેશભાઇ મહેતા, કાળુભાઇ બોરીસાગર, અજયભાઇ બામટા, અતુલભાઇ બોરીસાગર, પંકજભાઇ તેરૈયા, અરૂણભાઇ દવે, હર્ષદભાઇ રવીયા, સંજયભાઇ મહેતા, રમેશભાઇ તેરૈયા, રાજુભાઇ બોરીસાગર, પંકજભાઇ ચાઉં, હિતેશભાઇ મહેતા વગેરેના માર્ગદર્શન હેઠળ જહમત ઉઠાવાઇ રહી છે. નવનિર્મિત મકાનનું સરનામું રાધેશ્‍યામ સોસાયટી, શેરી નં. ૩, સ્‍વાતિ રોડ, બગીચા પાસે, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ૩૬૦૦૨૨ છે, સમગ્ર કાર્યક્રમનું યુટયુબ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજગોર બ્રાહ્મણ પરિવારના આગેવાનો નજરે પડે છે.  (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે નિઃશુલ્‍ક સેવા

રાજગોર બ્રાહ્મણ પરિવાર કોઠારીયા રાજકોટ દ્વારા જ્ઞાતિજનો માટે એક અનન્‍ય સેવા ચલાવવામાં આવે છે. જ્ઞાતિના કોઇપણ ઘરે મરણનો પ્રસંગ બને ત્‍યારે ૧૨ દિવસ માટે મંડપ, ગાદલા, ખુરશી, પંખા, કુલર વગેરે સાધનોની સેવા વિનામુલ્‍યે પુરી પાડવામાં આવે છે. પરિવાર ઇચ્‍છે તો સંતવાણી કાર્યક્રમ પણ નિઃશુલ્‍ક ગોઠવી આપવામાં આવે છે.

(2:48 PM IST)