<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રજનીકાંતભાઇ વાઘેલાએ બિમારીને લીધે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

કોઠારીયા રોડ રામેશ્વર ગોલ્‍ડ સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૮: આપઘાતના વધુ એક બનાવમાં કોઠારીયા રોડ પર આવેલી સોસાયટીમાં એક આધેડે ગળાફાંસો ખાઇ લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ નાયરા પેટ્રોલ પંપ સામે હનુમાનજીના મંદિર પાછળ આવેલી રામેશ્વર ગોલ્‍ડ સોસાયટી-૨માં રહેતાં રજનીકાંતભાઇ જયંતિભાઇ વાઘેલા (ઉ.વ.૪૫) નામના આધેડે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી હીનાબેન રાઠોડ મારફત થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. અજયસિંહ એચ. ગોહિલ સહિતે ત્‍યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારે બિમારીથી કંટાળી આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલતાં તપાસ યથાવત રખાઇ છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(3:42 PM IST)