<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

રાજકોટ કાલની ભાજપની પદયાત્રા અંગે અનિરૂધ્‍ધ દવેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ

શહેર ભાજપના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો સાથે પદયાત્રાની તૈયારીઓ અંગે ચર્ચાઃ વધુમાં વધુ કાર્યકરો અને નાગરિકો જોડાય તે માટે આયોજન

તસવીરઃ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવતીકાલની પદયાત્રાની તૈયારીઓ અંગે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્‍યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્‍થિત શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો નજરે પડે છે

રાજકોટ, તા.૨૬ : ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત આવતીકાલે મંગળવારે રાજકોટમાં યોજાનારી સૌરાષ્‍ટ્ર ઝોનની પદયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા આજે શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્‍ધ દવેની અધ્‍યક્ષતામાં મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રાજકોટ મહાનગર ભાજપના પ્રમુખ ડો. માધવ દવે, શહેર મહામંત્રીઓ, સંગઠનના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો, વિવિધ મોરચાના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન અનિરૂધ્‍ધ દવેએ આવતીકાલની પદયાત્રાના આયોજન અંગે વિસ્‍તળત ચર્ચા કરી હતી. ખાસ કરીને શહેરના તમામ ૧૮ વોર્ડમાંથી વધુમાં વધુ કાર્યકરો પદયાત્રામાં જોડાય તે માટે સંગઠનના હોદ્દેદારો સાથે વિચારવિમર્શ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત પદયાત્રાના રૂટ, કાર્યકરોની ઉપસ્‍થિતિ અને વિવિધ સંગઠનાત્‍મક વ્‍યવસ્‍થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અનિરૂધ્‍ધ દવેએ પદયાત્રામાં પક્ષના કાર્યકરો ઉપરાંત વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સાંજે ૪.૩૦ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસેથી ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. આ પદયાત્રા અકિલા ચોક, સર્વેશ્વર ચોક, રામકળષ્‍ણ આશ્રમ અને માલવિયા ચોક થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચશે. પદયાત્રામાં કેન્‍દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્‍યો તેમજ સૌરાષ્‍ટ્ર ઝોનના ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાવાના હોવાથી શહેર ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(3:27 PM IST)