<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

શાંત રંગીલુ શહેર રાજકોટ બની ગયુ અપરાધીનગર : આસવાણી - ઝાલા

 

 રાજકોટ,તા. ર૮ :  શહેર કોંગ્રેસ મહામંત્રી, દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર ૩), શહેર કોંગ્રેસ પ્રવક્‍તા ગજેન્‍દ્રસિંહ ઝાલા (લોકસંસદ વિચાર મંચ રાજકોટ) ની સંયુક્‍ત યાદી જણાવે છે કે એક સમયનું શાંત અને રંગીલુ રાજકોટ શહેરમાં એક સમયે મહિલાઓ પણ અડધી રાતે અવર જવર કરી શકતી એ પ્રકારની સ્‍થિતિ હતી પરંતુ આજે

વધુમાં દારૂડીયાઓ, જુગારીયાઓ, તસ્‍કરો, હત્‍યારાઓ, ટપોરીઓ, ગુનેગારો માટે સૌરાષ્‍ટ્રનું પાટનગર રાજકોટ સ્‍વર્ગ સમાન બનતા રાજકોટ અપરાધીનગર બન્‍યું છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ચીંથરેહાલ બની છે. પરંતુ લાંબા સમયથી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી પોલીસે રવિવારે રાત્રે આળસ ખંખેરી રાજકોટ પોલીસે રાત્રે યોજાયેલી નાઈટ કોમ્‍બિંગમાં શહેરમાં સબ સલામત હોવાનો પરપોટો ફૂટી ગયો હતો.  એક જ રાતમાં નાઇટ કોમ્‍બિંગ દરમિયાન ધારદાર છરાઓ સાથે ૬૭ અને ડમ ડમ હાલતમાં ૪૬ શખ્‍સો ઝડપાયા હતા અને ૨૪૭ વાહનો ડીટેઇન કરાયા.

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ પણ જગ જાહેર છે. રાજકોટમાં કુવાડવા, એરપોર્ટ પોલીસ સ્‍ટેશન સહિતના વિસ્‍તારોમાં દારૂ ભરેલા ટ્રક બોલેરો વાહનો અન્‍ય મોટા વાહનો માંથી આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કટીંગ કરી બુટલેગરો લઈ જતા હોય તેવું રાજકોટ શહેરના પોલીસ સ્‍ટેશનમાં રેકોર્ડ પર પણ છે.

અંતમાં આસવાણી, ઝાલાએ જણાવ્‍યું હતું કે રાજકોટ શહેર પોલીસ આંદોલનકારીઓ ઉપર રોફ જમાવવાના બદલે લુખ્‍ખાઓ, અસામાજિકો અને ગુનેગારો પર રોફ જમાવે એ જરૂરી છે.

(3:37 PM IST)