તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
રાજકોટ બાર એસોની જનરલ બોર્ડની બેઠક યોજાઈઃ દર વર્ષે ચૂંટણી થશેઃ કાયમી લોક અદાલતનો વિરોધ કરવા ઠરાવ

રાજકોટ, તા.૩: રાજકોટ બાર એસોસિએશન દ્વારા નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ ખાતે એક મહત્ત્વપૂર્ણ જનરલ બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારુ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન વકીલોના વ્યવસાયિક હિતો અને કોર્ટની વર્તમાન કામગીરીને લગતા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધનિષ્ઠ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ જનરલ બોર્ડમાં વકીલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કાયમી લોક અદાલતના કારણે વકીલો પાસે કામ રહેશે નહીં અને તેઓ નવરાધૂપ થઈ જશે. વકીલાતના વ્યવસાય માટે પીડાદાયક એવી આ કાયમી લોક અદાલતનો સખત વિરોધ કરી તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સિવાય કાયમી લોક અદાલત બંધ કરાવવા માટે કોર્ટના મુખ્ય દરવાજે તાળાબંધી કરી સખત હડતાલ પાડવા અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં દારૂ અને જુગાર જેવા કેસોમાં પોલીસ દ્વારા સીધા પોલીસ સ્ટેશનેથી જ આરોપીઓની ગુના કબૂલાત અરજી પર સહીઓ લઈ લેવામાં આવે છે. ત્યારબાદ કોર્ટમાં આરોપીઓની ગેરહાજરીમાં જ દંડ વસૂલીને કેસ પૂર્ણ કરી દેવામાં આવે છે. વકીલ વગર કરવામાં આવતી આ પ્રકારની કાર્યવાહી સામે વકીલોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
જનરલ બોર્ડ દ્વારા પોલીસ અને મેજિસ્ટ્રેટોના આ કળત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું અને લોક અદાલતમાં વકીલ સિવાય કબૂલાત ન લેવાય તે માટે ડિસ્ટ્રિક્ટ જજને તાત્કાલિક યોગ્ય કરવા રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું.
આ ઉપરાંત બાર એસો.ના પૂર્વ ?મુખ બકુલ રાજાણી અને શ્યામલ સોનપાલ દ્વારા દર બે વર્ષે ચૂંટણી યોજવાની અરજી રજૂ કરવામાં આવી હતી. આ મુદ્દા પર વિસ્તળત ચર્ચાના અંતે રાજકોટ બાર એસોસિએશનમાં દર વર્ષે જ ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ જનરલ બોર્ડમાં જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિબેન માકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતનભાઈ મંડ અને કારોબારી સભ્યો સહિતના સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
નિલેશ પટેલ સેક્રેટરી
સુમિત વોરા પ્રમુખ
(3:00 PM IST)










