તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
રાજકોટ બાર એસોસિએશન દ્વારા ૧૬મીએ અધિવક્તાઓનું નૂતન વર્ષ સ્નેહમિલન
નવા કોર્ટ બિલ્ડિંગની લાઇબ્રેરી ખાતે બપોરે ૧:૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે

રાજકોટ, તા.૧૩: રાજકોટ બાર એસોસિએશન દ્વારા નૂતન વર્ષ સંવત ૨૦૮૩ નિમિત્તે અધિવક્તાઓ અને તેમના પરિવારજનો માટે તોહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૬ નવેમ્બર, સોમવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે નવા જિલ્લા કોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલી લાઇબ્રેરીમાં આ કાર્યક્રમ યોજાશે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિતભાઈ વોરા, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી નિલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલિયા, ખજાનચી પ્રગતિબેન મકાડિયા સહિતની કારોબારી સમિતિ દ્વારા અધિવક્તા ભાઈ-બહેનો અને તેમના પરિવારજનોને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે તોહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(3:52 PM IST)










