News of Monday, 16th November 2026
રાજકોટ બાર એસોસિએશન દ્વારા નવા વર્ષ નિમિત્તે વકીલોનું સ્નેહ મિલન યોજાયું
બાર એસો.ના લાઇબ્રેરી હોલમાં યોજાયેલ તોહમિલનમાં વકીલો દ્વારા શુભેચ્છાની આપ-લે કરાઇ

રાજકોટ, તા., ૧૬: રાજકોટ બાર એસોસિએશન દ્વારા નૂતન વર્ષ સંવત ૨૦૮૩ નિમિત્તે અધિવક્તાઓ અને તેમના પરિવારજનો માટે તોહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તા.૧૬ નવેમ્બરના રોજ બપોરે નવા જિલ્લા કોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલી લાઇબ્રેરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિવક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નૂતન વર્ષના પ્રારંભે યોજાયેલા આ તોહમિલનમાં વકીલ ભાઈઓ-બહેનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વ્યવસાયિક વ્યસ્તતાઓ વચ્ચે પરસ્પર હળવા મળવા અને તોહના સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ચેરમેન દિલીપભાઈ પટેલ અને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિતભાઈ વોરા, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી નિલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલિયા, ખજાનચી પ્રગતિબેન માકડિયા, ઉપરાંત બાર તેની ટીમની ૧૦૮ જેવી કારોબારીના સભ્યો હિરલ જોષી, નિશા લુણાગરીયા, મીનલ સોનપાલ, સ્તવન મહેતા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા, દીપ વ્યાસ, રક્ષાબેન ઉપાધ્યાય તથા હસમુખ સાગઠીયા સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તોહમિલન સંપન્ન થયું હતું. એસોસિએશન દ્વારા અધિવક્તાઓ અને તેમના પરિવારજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
(3:31 PM IST)










