તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
વકીલો સાથે પોલીસ તંત્રના અસહકારભર્યા વલણના સંદર્ભે રાજકોટ બાર એસોસિએશનનો આક્રમક ઠરાવ
પોલીસને પ્રોપર ડ્રેસમાં આવવા, ફાઇલ વગર જુબાની નોંધવા, સહિતના મુદ્દે કોર્ટ કાર્યવાહીમાં ભીડવવા બાર એસો.નો ઠરાવ

રાજકોટ, તા.૧૦: રાજકોટ બાર એશોસીએશની તાજેતરમાં મળેલ બેઠકમાં ઠરાવેલ છે કે રાજકોટ શહેરમા રાજકોટ પોલીસ દવારા વકીલો સાથે અસહકારનુ વાતાવરણ ઉભુ કરવામા આવેલ છે અને છાસવારે વકીલોનુ અપમાન, ખોટા ગુન્હામા ફીટ કરવા, ટ્રાફીકમા ખોટા વિવાદ કરવા સહીતનુ વકીલો સાથે પોલીસ નુ અસહકાર ભર્યું વાતાવરણ ઉભુ થયેલ છે. ત્યારે વકીલોએ પણ હવે પોલીસ તંત્રને કોટૅ કાર્યવાહીમાં ભીડવવા માટે આક્રમક ઠરાવ પસાર કરતા પોલીસ બેડામાં ચકચાર જાગીછે
રાજકોટ બાર એશોસીએશન ની બુધવાર તારીખ-૮/૭/૨૦૨૬ ના રોજ મળેલ મીટીંગમા ધનીષ્ઠ ચર્ચા વીચારણા બાદ રાજકોટ ની વિવિધ અદાલતો મા જુબાની આપવા માટે આવતા પોલીસ કર્મચારીઓ તથા આરોપીને અટક કરી રજુ કરવા માટે આવતા પોલીસ કર્મચારીઓ દવારા સાદા ડ્રેસમા કોર્ટ રૂમમા આવે છે તથા જુબાનીઓ વિવિધ કોર્ટમા આપતા હોય છે આ તમામ બાબતો બાર એશો. ને ધ્યાન પર આવતા સર્વાનુમતે નકકી કરેલ છે કે કોર્ટમા જુબાની આપવા આવતા તમામ પોલીસ કર્મચારીઓને ફરજીયાત કોર્ટ ડેકોરમ જાળવવા તથા તેઓ પોલીસ ડ્રેસ પહેરીને આવે અને પોલીસ પ્રોપર ડ્રેસમા ન આવે તો કોર્ટે તથા વકીલશ્રીઓએ જુબાની લેવી નહી તેમજ કોર્ટ ના પી.પી.શ્રી દવારા જુબાની રીફર કરવા ફાઈલ આપે પરંતુ ફાઈલ વાંચીને જુબાની આપવા દેવી નહી અને વીટનેસ બોકસમાં પોલીસ કર્મચારી ફાઈલ વગર જે જુબાની આપે તો તે જ નોંધવા તથા સરકારી વકીલોએ તેમના વતી જુબાની લખાવવી નહી તેવો રાજકોટ બાર એશોસીએશન દવારા -ન્સિપાલ ડીસ્ટ્રીક જજ શ્રી તથા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ને રજુઆત કરવાનુ સર્વાનુમતે ઠરાવવામા આવે છે.
(2:16 PM IST)










