News of Saturday, 2nd May 2026
રાજકોટ ભઠ્ઠી બન્યું : બપોરે ૨:૩૦ વાગે પારો ૪૨.૮ ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત; સાંજે પારો ૪૩ને વટાવવાની ભીતિ
સૂર્યદેવના તેવર આકરાઃ રંગીલું શહેર અગનગોળામાં ફેરવાયું, રસ્તાઓ સુમસામ અને હીટવેવની ગંભીર અસર

રાજકોટ, તા. રઃ રાજકોટમાં આજે ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યા સુધીમાં શહેરનું તાપમાન ર્ં૪૨.૮ ડિર્ગ્રીં સેલ્સિયસ નોંધાતા રાજકોટવાસીઓ ગરમીમાં શેકાયા હતા. ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ સાંજ સુધીમાં તાપમાન ૪૩ ડિર્ગ્રીંને વટાવી જાય તેવી પ્રબળ શકયતા છે.
આજે સવારથી જ સૂર્યનારાયણે પ્રકોપ વરસાવવાનું શરૂ કર્યું હતું. બપોરે ૨:૩૦ વાગતાની સાથે જ ગરમ લૂ ફૂંકાવા લાગી હતી, જેને કારણે શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારમાં કરફયુ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. હવામાન નિષ્ણાતોના મતે, ગરમીની આ લહેર હજુ પણ આક્રમક બની શકે છે. આગામી કલાકોમાં ગરમીમાં વધારો થતા પારો ૪૩ ડિગ્રીની સપાટી ક્રોસ કરી શકે છે.
(3:32 PM IST)










