તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની મહેનત અને સંગઠનાત્મક નિષ્ઠાઃ રાજકારણમાં નવી ઉર્જાનો સંચાર
સંગઠનમાં નવી ઉર્જા અને એકજુથ નેતૃત્વ

રાજકોટઃ શહેર ભાજપના પ્રમુખ તરીકે માધવ દવેએ જ્યારે જવાબદારી સંભાળી હતી, ત્યારે સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિર્ધાર કર્યો હતો. આજે તેમની કાર્યશૈલી અને નિષ્ઠાવાન મહેનત રંગ લાવી રહી છે, જેનું પરિણામ શહેર ભાજપની કામગીરીમાં સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. પક્ષના પાયાના કાર્યકરોથી લઈને વરિષ્ઠ નેતાઓ સુધીના તમામ વર્ગોને સાથે લઈને ચાલવાની તેમની આવડત આજે સંગઠનની સૌથી મોટી તાકાત બની ગઈ છે.
માધવ દવેની કાર્યપદ્ધતિમાં સૌથી મહત્વનું પાસું છે. ‘સૂક્ષ્મ આયોજન'. શહેરના દરેક વોર્ડ અને બૂથ લેવલ સુધી પહોંચીને કાર્યકરોની સમસ્યાઓ સાંભળવી અને તેનું ત્વરિત નિવારણ લાવવું, આ તેમની સફળતાનું મુખ્ય સૂત્ર છે. કોઈ પણ કાર્યક્રમ કે અભિયાન હોય, તેને માત્ર પૂર્ણ કરવાના ખાતર નહીં, પણ તેમાં જનસંપર્કની ઊંડાઈ કેમ લાવવી તે બાબતે તેઓ સતત માર્ગદર્શન આપતા રહ્યા છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે માધવ દવે કચેરીમાં બેસીને આદેશ આપવાને બદલે ‘ફિલ્ડ વર્કર્'ં પર વધુ વિશ્વાસ રાખે છે. જ્યારે કોઈ નેતા મેદાનમાં ઉતરીને કાર્યકરો સાથે ખભે-ખભા મિલાવીને કામ કરે છે, ત્યારે સંગઠનનું મનોબળ આપોઆપ વધી જાય છે. આ જ મનોબળને કારણે રાજકોટ શહેર ભાજપ આજે વધુ એકજુથ અને સક્રિય દેખાઈ રહ્યું છે.
આગામી સમયમાં સંગઠનાત્મક પડકારો વચ્ચે માધવ દવેની આ વ્યૂહરચના ભાજપ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. તેમની આ કામગીરી માત્ર પક્ષ માટે જ નહીં, પણ લોકસેવાના કાર્યોમાં પણ એક અલગ છાપ છોડી રહી છે. ટૂંકમાં કહીએ તો, માધવ દવેની આગેવાનીમાં રાજકોટ શહેર ભાજપ એક નવી ઊંચાઈ તરફ અગ્રેસર છે.
(2:52 PM IST)










