<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

નેશનલ ડોકટર્સ ડે નિમિતે ડો. ઠકકર દ્વારા કાન-નાક-ગળા દંતરોગનો રાહતદરે કેમ્‍પ

તા. ૧ જુલાઇ બુધવારે...

રાજકોટ તા. ર૬: સૌરાષ્‍ટ્રની અગ્રણી  ડો. હિમાંશુ ઠક્કર અને  ડો. કળપા ઠક્કર  ની દાંત તથા કાન-નાક-ગળાની અદ્યતન સર્જિકલ હોસ્‍પિટલ એન્‍ડ એન્‍ડોસ્‍કોપી સેન્‍ટર ૨૦૨, લાઇફલાઇન બિલ્‍ડિંગ, બીજો માળ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ. સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. આ અવસરે અને નેશનલ ડોક્‍ટર્સ ડે નિમિત્તે જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહતદરે દાંત, કાન-નાક-ગળા, એલર્જી, બહેરાશના રોગોનું  નિદાન અને સારવાર તેમજ શ્રવણ યંત્ર કેમ્‍પ નું આયોજન કરવામાં આવ્‍યું છે.

છેલ્લા ૧૯ વર્ષથી દર વર્ષે ડોક્‍ટર્સ ડે નિમિત્તે માનવ સેવા યજ્ઞ રૂપ આ કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે.  કેમ્‍પમાં ઇએનટી સર્જન ડો. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કર તથા દંત ચિકિત્‍સક ડો. કળપા એચ. ઠક્કર પોતાની સેવાઓ આપશે.

ડો. હિમાંશુ ઠક્કર છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટમાં ઈએનટી સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ નાક, કાન અને ગળાના જટિલ રોગોના નિદાન અને આધુનિક એન્‍ડોસ્‍કોપીક સર્જરી ક્ષેત્રે વિશેષ નિપુણતા ધરાવે છે. સાયન્‍સ, નાકના મસા, નાકની ત્રાંસી હાડકી, એલર્જી, નાકસુર, કાનના પડદા ના કાણા, કાનમાંથી રસી , કાનની બહેરાશ, ચક્કર, કાનના તમરા, કાકડા, ઘોઘરો અવાજ, સ્‍વરપેટીના રોગો, થાઇરોઇડ, પેરોટીડ ગ્રંથિની રોગો તેમજ નાના બાળકોમાં એડીનોઈડ, કાકડા તથા શ્વાસ ની તકલીફ ની આધુનિક દૂરબીન વડે નિદાન અને વ્‍યસન થી જકડાઈ ગયેલા  અને મો ઓછું ખુલવું વિ સારવાર.મોં અને ગળાના કેન્‍સરના નિદાન અને સારવાર કરવામાં આવશે.

ખાસ કરીને નાના બાળકોની શ્વાસનળી કે અન્નનળી માં ફસાયેલ કોઈપણ વસ્‍તુ દૂરબીન વડે સલામત રીતે દૂર કરવાની તેમની કુશળતા માટે તેઓ સમગ્ર ગુજરાતમાં જાણીતા છે.

ડો. કળપા એચ. ઠક્કર છેલ્લા ૨૧ વર્ષથી દંતચિકિત્‍સા ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. તેઓ સર્ટિફાઇડ ઇમ્‍પ્‍લાન્‍ટોલોજિસ્‍ટ તેમજ દંત ચિકિત્‍સા ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવતા નિષ્‍ણાત દંત ચિકિત્‍સક છે. તેઓ સિંગલ સિટિંગ રૂટ ડહાપણ દાઢ, રૂટ કેનાલ ટ્રીટમેન્‍ટ, ડેન્‍ટલ ઇમ્‍પ્‍લાન્‍ટ, દાંતના ચોકઠા,ફિક્‍સ દાંત, કોસ્‍મેટિક ડેન્‍ટિસ્‍ટ્રી, ટુથ વાઇટનિંગ, પેઢાના રોગો તથા બાળકોના દાંત ની સારવારમાં વિશેષ નિપુણતા ધરાવે છે.

આ કેમ્‍પમાં ઓડિયોલોજિસ્‍ટ દ્વારા બહેરાશની તપાસ (Audiometry), માર્ગદર્શન તથા રાહતદરે આધુનિક શ્રવણ યંત્ર  (Hearing Aids) પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

કેમ્‍પનો સમય અને સ્‍થળઃ બુધવાર તા. ૦૧-૦૭-૨૦૨૬.   સવારે ૧૦-૦૦ થી ૧:૦૦ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ડો. ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની હોસ્‍પિટલ, ૨૦૨, લાઇફલાઇન બિલ્‍ડિંગ, બીજો માળ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ

પૂર્વ નોંધણી ફરજિયાત ફોન : ૦૨૮૧-૨૪૮૩૪૩૪ મો. ૯૧૦૬૧ ૧૯૦૩૮.

(2:23 PM IST)