તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 26th June 2026
રાજકોટ શહેર પોલીસ અધિકારીઓ દ્વારા તાજીયાને સલામી

રાજકોટઃ જામનગર રોડ ઉપરના પોલીસ હેડકવાર્ટર પાસેની સંજરી મસ્જીદના બહારના મેદાનમાં રાખવામાં આવેલ તાજીયાને પોલીસ અધિકારીઓએ સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, આસપાસના વિસ્તારના હિન્દુ, મુસ્લિમ સમાજના ભાઇ-બહેનો અગ્રણીઓ હાજર રહયા હતા બને તાજીયાના દર્શન કર્યા હતા. તસ્વીરમાં તાજીયાને સલામી આપતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ ઝા, એડીશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઇ, સહિતના પોલીસ અધિકારીઓ નજરે પડે છે. (અહેવાલઃ ફાઇખ, તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:24 PM IST)










