તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 28th June 2026
રાજકોટ શહેર એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે વિનય, હાંડો, હિતો, વિશાલને પકડયા: કુલ ૫.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે : જુઓ વિડીયો
એસઓજી પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. જાડેજાની ટીમે બામણબોર નજીક પકડયા: હરદેવસિંહ, યોગરાજસિંહ, અનોપસિંહની બાતમી: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની રાહબરી: ઝડપાયેલા ચારેય સામે અનેક ગુના

રાજકોટ: શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોના વેચાણ તેમજ હેરાફેરી ઉપર રોક લગાવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે "સે નો ટૂ ડ્રગ્સ" મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.વી.જાડેજા, પો.હેડ કોન્સ. હરદેવસિંહ દીલુભા, યોગરાજસિંહ છનુભા અને પો.કોન્સ. અનોપસિંહ પ્રવીણસિંહની સંયુક્ત બાતમીના આધારે આ કામગીરી થઈ છે. પોલીસ ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર નવાગામ બામણબોર ગામમાં જવાના જુના રસ્તા પાસે આવેલી એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે વોચ ગોઠવીને માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ૪ ઈસમોને ઝડપી લીધા હતા અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના સકંજામાં આવેલા ચારેય આરોપીઓ રાજકોટના જ રહેવાસી છે, જેમાં મનહરપુર-૧, ૧૫૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, માધાપર ચોકડી પાસે રહેતો વિનય રાજભાઈ ઉકેડીયા (ઉં.વ.-૨૭, ધંધો: મજુરી); રૈયાધાર સ્લમ ક્વાર્ટર નંબર-૫૦૬ માં રહેતો હિતેશ ઉર્ફે હિતો સુનીલભાઈ ધામેલીયા (ઉં.વ.-૨૫, ધંધો: મજુરી); રૈયાધાર દશામાના મંદિર પાસે રહેતો ભવદિપ ઉર્ફે હાંડો પરેશભાઈ ડાભી (ઉં.વ.-૨૪, ધંધો: મજુરી); અને મનહરપુર-૧, માધાપર ચોકડી પાસે અયોધ્યા ચોકમાં મનસુખભાઈ કુંભારના મકાનમાં ભાડેથી રહેતો વિશાલ રાજભાઈ ગોહિલ (ઉં.વ.-૨૧, ધંધો: ડ્રાઈવીંગ) સામેલ છે.
પોલીસે આ આરોપીઓ પાસેથી ૧૭.૫૨૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ૫૨,૪૫૦, ૨૦,૦૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન, પાંચ લાખની કિંમતની એક સ્વિફ્ટ કાર નંબર: GJ-03-NK-5795 તેમજ ઇન્સ્યોરન્સ પોલીસીની નકલ અને આર.સી.બુક સહિત કુલ ૫,૭૨,૪૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પકડાયેલા માદક પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ એફ.એસ.એલ. અધિકારી સમીર જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ રેકોર્ડની તપાસ દરમિયાન પકડાયેલા ચારેય આરોપીઓનો મોટો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. આરોપી વિનય રાજભાઈ ઉકેડીયા સામે અગાઉ પ્રદ્યુમન નગર, गांधीગ્રામ, યુનિવર્સિટી, લોધીકા અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં મર્ડર (કલમ ૩૦૨), પ્રોહીબીશન અને મારામારી સહિત કુલ ૧૦ ગુનાઓ નોંધાયેલા છે.
તેમજ હિતેશ ઉર્ફે હિતો ધામેલીયા સામે યુનિવર્સિટી, ડી.સી.બી. અને કુવાડવા રોડ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ, એન.ડી.પી.એસ. એક્ટ અને બી.એન.એસ. હેઠળ કુલ ૬ ગુનાઓ દાખલ છે. જ્યારે ભવદિપ ઉર્ફે હાંડો ડાભી સામે ભક્તિનગર, યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અને મારામારી સહિત રેકોર્ડ પર કુલ ૧૮ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, વિશાલ રાજભાઈ ગોહિલ સામે બી.ડીવીઝન, યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં મારામારી અને પ્રોહીબીશનના ૩ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.
આ કામગીરી શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરી તથા પો.સબ.ઇન્સ. એમ.વી.જાડેજાની આગેવાનીમાં પાર પાડવામાં આવ્યું હતું. આ કામગીરીમાં એ.એએસ.આઈ. અરૂણભાઈ લક્ષ્મણભાઈ, પો.હેડ કોન્સ. હરદેવસિંહ દીલુભા, યોગરાજસિંહ છનુભા, મહાવીરસિંહ દશરથસિંહ, અમરદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, તેમજ પો.કોન્સ. અનોપસિંહ પ્રવીણસિંહ, ધુવરાજસિંહ જગદીશસિંહ, વિરભદ્રસિંહ ભાવુભા, અજયસિંહ ગાંડાજી, હરદેવસિંહ વનરાજસિંહ તથા ડ્રાઈવર પો.કોન્સ. નરપતસિંહ નરવરસિંહ અને નિર્મળસિંહ જયેન્દ્રસિંહ દ્વારા સંયુક્ત રીતે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
(7:45 PM IST)










