<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

રાજકોટ કલેકટર તંત્ર ૨૧મીના રવિવારે ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરશેઃ ૪ હજાર લોકો જોડાશે

સાંજે ૫ વાગ્‍યે કલેકટરે સંસ્‍થાઓ સાથે બેઠક યોજીઃ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા-આગેવાનોની ખાસ ઉપસ્‍થિતિ..

રાજકોટ તા.૧૭: રાજકોટ કલેકટર તંત્ર આ વખતે ૨૧મી જૈને અલગથી યોગ દિવસ ઉજવશે. જિલ્લા તંત્ર દ્વારા ૨૧ જૂન આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસઁની ભવ્‍ય અને વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૅસ્‍વયં અને સમાજ માટે યોગૅ ની વૈશ્વિક થીમ આધારિત આ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આજે સાંજે ૫ વાગ્‍યે રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા યોગ ડે ની તૈયારીઓના ભાગરૂપે સંબધિત સંસ્‍થાઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૧મી જૂન રવિવારે સવારે ૬ થી ૮ વાગ્‍યા દરમિયાન રેસકોર્સના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ૪ હજાર લોકો યોગ કરશે.ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના પ્રમાણિત ટ્રેનર્સ દ્વારા સંગીતમય વાતાવરણમાં હજારો લોકો યોગ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અદકેરૂ આયોજન કરવામાં આવ્‍યું છે.

 રાજકોટ જિલ્લાનો મુખ્‍ય કાર્યક્રમ શહેરના ઐતિહાસિક  અને જાહેર સ્‍થળે યોજવામાં આવશે. જેમાં હજારોની સંખ્‍યામાં નાગરિકો એકસાથે યોગાભ્‍યાસ કરશે. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્‍યો, સાંસદ સભ્‍યો ઉચ્‍ચ અધિકારીઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્‍થિત  રહેશ. કાર્યક્‍મ ના સુચારૂ સંચાલન માટે ટ્રાફિક મેનેજમેન્‍ટ, પીવાના પાણીની સુવિધા, મેડિકલ ઇમરજન્‍સી ટીમ અને કંટ્રોલ રૂમ જેવી તમામ વ્‍યવસ્‍થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે.

(3:37 PM IST)