તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ મશીન સાથે છેડછાડ કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના યુપીના ત્રણને ઝડપી પાડ્યા
એટીએમના કેશ ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનીયમની પટ્ટી ફીટ કરી પૈસાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો: રૂ. ૪.૪૫ લાખનો મુદામાલ કબ્જે: રાજકોટના ત્રણ અને સુરત, અમદાવાદ, મહેસાણાના ૧૪ ગુના કબુલ્યા : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.બી. બસિયાની સૂચના અને પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડાભોર, સી.એચ.જાદવ, પીએસઆઈ ડી.પી.ઝાલા, એસ.એમ.રાણાની ટીમની કસમગીરી: એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. સંજયભાઈ અલગોતર તથા કોન્સ. નિકુંજભાઈ મારવીયા અને સંજયભાઈ ખાખરીયાની બાતમી

રાજકોટ: શહેર પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચ ટીમે ચપળતાપૂર્વક કામગીરી કરીને એટીએમ મશીન સાથે છેડછાડ કરી રોકડ રકમની ચોરી કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગના ત્રણ શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
બાતમી અને પકડાયેલ ઇસમોની વિગતો
ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. વિજયરાજસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. સંજયભાઈ અલગોતર તથા પો.કોન્સ. નિકુંજભાઈ મારવીયા અને સંજયભાઈ ખાભરીયાને મળેલી ચોક્કસ હકિકત આધારે એટીએમ સાથે છેડછાડ કરી પૈસાની ચોરી કરે તે પહેલાં જ પુજારા પ્લોટ કાંતા વિકાસ ગૃહ પાછળની શેરીમાંથી ત્રણ શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે આ કામગીરી દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના અફસારઅહમદ રિયાસતઅલી (ઉ.વ.૨૩), અરબાઝ ફૈયાઝઅહમદ (ઉ.વ.૨૭) અને સાહિદખાન મોહમદસલીમ (ઉ.વ.૨૬) નામના ત્રણ ઇસમોને પકડી પાડ્યા છે.
જપ્ત કરાયેલ મુદામાલ
આરોપીઓ પાસેથી રૂ. ૧,૧૨,૨૦૦ની રોકડ રકમ, રૂ. ૩૩,૦૦૦ની કિંમતના ૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન, રૂ. ૩,૦૦,૦૦૦/- ની વેગનઆર કાર MH-01-FE-1113, ૪ એલ્યુમિનીયમની પટ્ટીઓ, ફાઇબરની રિંગ બ્લેન્ડર ફાઇલ અને બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. કાર્ડ મળીને કુલ રૂ. ૪,૪૫,૨૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ ઉત્તર પ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનો જેવાં કે અંટુ, નવાબગંજ, લાલગંજ, જેઠવારા, કોટવાલી અને લીલાપુરમાં BNS, IPC તથા U.P. ગુંડા એક્ટ હેઠળના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે.
આ ઉપરાંત, આ કામગીરીથી રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન, માલવીયાનગર પોલીસ સ્ટેશન અને મહેસાણા શહેર એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
આરોપીઓ બેંકમાં રજાના દિવસે અથવા બેંક બંધ હોય તે સમયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા બેંક ઓફ બરોડાના ATMની રેકી કરતા હતા. ATMમાં કોઈ માણસ હાજર ન હોય ત્યારે મશીનના ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનીયમની પટ્ટી ફીટ કરી બહાર જતા રહેતા. ત્યારબાદ કોઈ ગ્રાહક પૈસા ઉપાડવા આવે અને સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ પૈસા બહાર ન આવતા તે બહાર નીકળી જતો. ગ્રાહક ગયા બાદ આરોપીઓ અંદર પ્રવેશ કરી પટ્ટી હટાવી તેમાં ફસાયેલા નાણાં ચોરી લેતા હતા.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ સુરત, અમદાવાદ, મહેસાણા, મુંબઈ અને રાજકોટના વિવિધ એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.
આ કામગીરી પોલીસ કમિશનર
બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈત્યન મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી.બસીયા, પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડાભોર, સી.એચ.જાદવ, પીએસઆઈ ડી.પી.ઝાલા, એસ.એમ.રાણા, એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઈ અલગોતર, નિકુંજભાઈ મારવીયા, સંજયભાઈ ખાખરીયા, સંજયભાઈ દાફડા, મહેશભાઈ સોલંકી, તુલસીભાઈ ચુડાસમા, લાલજીભાઈ હાડગડા, સુભાષભાઈ ધોધારી, ભાનુભાઈ ધાંધલા, ધર્મેન્દ્રભાઈ કુંચાલા, ધર્મેશભાઈ ખાંડેખા અને ધર્મરાજસિંહ રાણા સહિતની ટીમે કરી છે.
(9:36 PM IST)










