News of Monday, 27th April 2026
રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ પરિવાર સાથે વીરપુર જલારામ ખાતે મતદાન કર્યુઃ

ધોરાજીઃ રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા તેમના પરિવાર સાથે વીરપુર જલારામ ખાતે મતદાન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્ય ૨૦૨૬ની ચૂંટણી અંતર્ગત અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ પોતાના વતન વીરપુર (જલારામ) ખાતે સહપરિવાર મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમના પરિવારજનોમાં ડાબેથી મોટા પુત્ર રોહનભાઈ, મોટા પુત્રવધૂ રેનિકાબેન, ધર્મપત્ની નિશાબેન, નાના પુત્ર ચિંતનભાઈ તથા નાના પુત્રવધૂ હિમાંશીબેન ઉપસ્થિત રહ્યા હતા.(તસવીર- કિશોર રાઠોડ- ધોરાજી)
(12:11 PM IST)










