News of Friday, 3rd July 2026
રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈએ અરજી તા. ૧૦ સુધીમાં સંબંધિત કચેરીએ પહોંચાડવા અપીલ

રાજકોટ, તા. ૦૩ : સામાન્ય નાગરિકોએ જિલ્લાકક્ષાનાં પ્રશ્નો માટે ઉચ્ચસ્તરે (ગાંધીનગર) સુધી જવું ન પડે, તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬નાં રોજ યોજાશે. જે અન્વયે જિલ્લાકક્ષાના પ્રશ્નો તા. ૧૦ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લાકક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે. અરજીમાં મથાળે ‘જિલ્લા ફરિયાદ નિવારણ'કાર્યક્રમ લખવાનું રહેશે.
પડતર પ્રશ્નો મોકલવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા
(૧) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય, તેવા પડતર પ્રશ્નો જ મોકલવાના રહેશે. (૨) અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવાનો રહેશે, તેમના તરફથી આપવામાં આવેલા જવાબની નકલ અરજી સાથે રાખવાની રહેશે. (૩) અગાઉ રજૂ કરેલો ઙ્ક‘ બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન‘ ક્રમાંક, માસનું નામ લખવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો (રાજકોટ જિલ્લા પૂરતા) જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૧૦ જુલાઈ સુધીમાં રજૂ કરવાનાં રહેશે. ત્યારબાદ આવેલાં પ્રશ્ન‘નો કાર્યક્રમમાં સમાવેશ કરાશે નહીં, તેમજ અસંદિગ્ધ અને અસ્પષ્ટ, નામ-સરનામા વગર, વ્યક્તિગત આક્ષેપો, અરજદારનું હિત સંકળાયેલું ન હોય તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં.
વધુમાં, મહેસુલી તંત્ર, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ., જી.એસ.આર.ટી.સી અને પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો તા. ૨૩ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે ત્રીજા માળે સભાખંડમાં સંબંધિત ખાતાના અધિકારીઓ અને કલેકટર શ્રી ડો. ઓમપ્રકાશ સાંભળશે. અન્ય ખાતાનાં પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદ્દત હરોળ રજૂ કરવાના રહેશે, તેમ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
(2:26 PM IST)










