હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th May 2026
રાજકોટ જિલ્લા કક્ષાની પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ઉપલેટાઃ રાજકોટ જિલ્લામાં મેં માસની પોલીસ સલાહકાર સમિતિની બેઠક ઇન્ચાર્જ કલેક્ટર તથા પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી જેમાં સમિતિના સભ્યો હરેશભાઈ હેરભા, રાજુભાઈ ગોંડલીયા, જયેશભાઈ ત્રિવેદી, નવીન પરી ગોસ્વામી, મીનાબેન લુણાગરિયા અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા સમિતિના સભ્યોનું શાબ્દિક સ્વાગત કરી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય વધારવા ચર્ચા કરવામાં આવી.જિલ્લાના શહેરોના મુખ્ય માર્ગો અને બજારમાં થતી ટ્રાફિક નિવારણ ની સમસ્યાનો ઉકેલ કરવો અને પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે યોગ્ય ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી તેનો ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવવાની ખાતરી આપી હતી.(તસવીરઃ ભોલુ રાઠોડ- ઉપલેટા)
(3:51 PM IST)










