<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

રાજકોટ જીલ્લા પોલીસે જેલ ફરાર-લીસ્‍ટેડ વોન્‍ટેડ ૧૮ આરોપીઓને અન્‍ય રાજયોમાંથી ઝડપી લીધા

ઓપરેશન કારાવાસ-ર અંતર્ગત એસપી વિજયસિંહ ગુર્જર તથા ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુન્‍હાઓના વોન્‍ટેડ આરોપીઓને જેલભેગા કરી દેવાયા

રાજકોટ, તા., ૩૦: રાજકોટ જીલ્લા પોલીસે ઓપરેશન કારાવાસ-ર અંતર્ગત ગંભીર ગુન્‍હાઓમાં જેલ ફરાર અને લીસ્‍ટેડ વોન્‍ટેડ ૧૮ આરોપીઓને જુદા જુદા રાજયમાંથી ઝડપી લઇ જેલભેગા કરી દીધા હતા.

રાજયના પોલીસવડાની સુચનાથી લીસ્‍ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ઓપરેશન કારાવાસ-૨ સ્‍લોગન હેઠળ રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દ્વોરા  સ્‍પે. ડ્રાઇવ દરમ્‍યાન નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય રાજકોટ રેન્‍જના માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે દ્વારા પેરોલ/ફર્લો જમ્‍પ/કેદી જાપ્તા/વચગાળા જામીન ફરાર/અન્‍ય જેલ ફરાર કેદી તથા ગુન્‍હાના કામે લીસ્‍ટેડ નાસતા ફરતા આરોપીઓ ને પકડવા માટે અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.એ ડોડીયા સુપરવિઝન હેઠળ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના અલગ અલગ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં દાખલ થયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં પોતાની ધરપકડ ટાળવા સારુ અલગ અલગ રાજયમાં નાસતા ફરતા હોય તેવા ૧૮ આરોપીઓને પકડી પાડી જેલ ભેગા કરી દેવાયા હતા.

માણાવદર લુટ અને ધાડના ગુનાના કામે ના કામે છેલ્લા આઠ વર્ષથી વચગાળા જામીન રજા પરથી ફરાર આરોપી સબુરભાઇ જોખલાભાઈ મંડા રહે. ભાયાવદર અરણીરોડ ગોળાઇમાં તા.ઉપલેટા મુળ રહે. પીટોલ ભીમ ફળીયા તા.જી.જાબુઆ મધ્‍યપ્રદેશ વાળને પોતાના વતન ખાતેથી પકડી પાડી વધુ સજા ભોગવવા સારૂ જુનાગઢ જેલ ખાતે સોપી આપવામાં આવેલ છે.

 કોટડા સાંગાણીના આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાના કામે ના કામે છેલ્લા તેર વર્ષથી  નાસતા ફરતા આરોપી ખેલુભાઇ થાવરીયાભાઇ બામણીયા રહે. ગવણ  ખેરવાડ ફળીયા તા.જી. અલી રાજપુર વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.  કોટડા સાંગાણી પો.સ્‍ટે.ના ગુજરાત મુલ્‍ય વર્ધિત  વેરા અધિનિયમ  મુજબના ગુનાના કામે ના કામે છેલ્લા અગીયારેક વર્ષથી પોનાની-ધસ્‍પકડ ટાળવા સાફ નાસતા ફરતા આરોપી ઉમાશંકર સમીન્‍દ્ર બૈતાલીક રહે.વેરાવળ શાપર મુળ રહે. કમાલપુર ઉતરપરા શ્‍યામનગર નં-૧ ઉલુબેરીયા હાવશ પヘમિ બંગાળ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે જેતપુર સીટી પો.સ્‍ટે  તથા ઉધોગનગર પો.સ્‍ટે પ્રોહી એકટના મુજબના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા કરતા આરોપી શ્‍યામલાલ લઘુરામ બિ‘ોઇ રહે.જોધપુર રાજસ્‍થાન વાળાને રાજસ્‍થાન ના જોધપુર ખાતેથી પકડી પાડી વધુ તપાસ અર્થે જેતપુર સીટી તથા ઉધોગનગર પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે. તેમજ પાટણવાવ પો.સ્‍ટે પોકસો એકટ કલમ  સહિત ગુનાના કામે ના કામે છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી જવસીંગભાઇ મંગાભાઇ મંડોડ રહે.પુજારા ફળીયા,ગુલબાર ગામ તા.ગરબાડા જી.દાહોદ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે પાટણવાવ પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે .

  લોધીકા પો.સ્‍ટે  આઇપીસી કલમ ૪૦૬, ૪૧૧, ૩૪  મુજબના ગુનાના કામે કામે છેલ્લા એક વર્ષથી  નાસતો ફરતો આરોપી શ્‍યામ ઉર્ફે અંકીત મનસુખભાઈ ખાંટ  રહે.મુળ વેરાડ તા.ભાણવડ જી.જામનગર હાલ રહે. રાજકોટ ઘંટેશ્વર તુલસી બંગલોઝ નં-૧૧૧ તા.જી.રાજકોટ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે લોધીકા પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે, ગોંડલ તાલુકા પો.સ્‍ટે તથા ઉતરપ્રદેશના ગોરખપુર સાઇબર કાઇમ પો.સ્‍ટે મુજબના ગુનાના કામે કામે છેલ્લા એક વર્ષથી  નાસતા ફરતા આરોપી (૧) ભરત અરજણ રાવતાણી રહે.રાજકોટ રેલનગર કુજ રોડ માત્ર મેરી ગોલ્‍ડ એપાટર્મેન્‍ટ બીજો માળ સી-૨૦૧ રાજકોટ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે ગોડલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે. તેમજ ગોંડલ તાલુકા પો. સ્‍ટે. તથા ઉત્તરપ્રદેશા ગોરખપુર સાઇબર ક્રાઇમ પો. સ્‍ટે. આઇ.ટફી. એકટ કલમના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા કરતા આરોપી જીતેન્‍દ્ર અરજણ રાવતાણી રહે. રાજકોટ રેલનગર કુંજ રોડ માત્ર મેરી ગોલડ એપાર્ટમેન્‍ટ બીજો માળ સી-ર૦૧ રાજકોટ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.  કોટડા સાંગાણી પો. સ્‍ટે. ના બી.એન.એસ. કલમ ૩૦પ (એ), ૩૩૧ (૪),પ૪ મુજબના ગુના કામે છેલ્લા એક વર્ષથી નાસતી ફરતી ચાંદનીબેન દિપકભાઇ ભાકોડીયા રહે. રાજકોટ નાડોદાનગર ખોખડદડ નદીના કાંઠે તા. જી. રાજકોટ વાળીને પકડી પાડી વધુ તપાસ અર્થે કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

 પોરબંદર જીલ્લામાં કમલાબાગના નાણા ધીરધાર તથા સાઇબર ક્રાઇમ પો. સ્‍ટે. ના આઇ.ટી. એકટ ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી મોહનભાઇ ઉર્ફે ધોબી રણછોડભાઇ વાજા, રહે. પોરબંદર સુરજ પેલેસ બંગલાની પાછળ તા.જી. પોરબંદર વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે પોરબંદર જીલ્લા પોલીસને સોંપી આપેલ છે.  મેટોડા પો. સ્‍ટે. પ્રોહી એકટના ગુનાના કામે છેલ્લા બેસ માસથી નાસતો ફરતો આરોપી વિપુલ લાભુભાઇ મેતા રહે. રાજકોટ પરીશ્રમ સોસાયટી ઇસ્‍કોન મંદિરની પાછળ તા.જી. રાજકોટ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે મેટોડા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.  કોટડા સાંગાણી પો. સ્‍ટે. પ્રોહી એકટના ગુનાના કામે છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી ભાવેશભાઇ ઉર્ફે ટાઇગર વિનુભાઇ મેટાળીયા રહે. પાંચવાડા તા. ચોટીલા ને પકડી પાડી વધુ તપાસ અર્થે કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

 વિરપુર પો. સ્‍ટે. જુનાગઢ જીલ્લાના વંથલી પો. સ્‍ટે.ના બી.એન. એસ. એકટ કામ ૩૦પ (એ), ૩૩૧ (૪), પ૪ મુજબ ના કામે છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપી મોક્ષ ઉર્ફે મૌલીક ભરતભાઇ સોલંકી રહે. તાલાળા ગલીયાવાડ રોડ ગૌ શાળા પાસે તા. તાલાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે વિરપુર તથા વંથલી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.  ઉદ્યોગનર પો. સ્‍ટે. ના પ્રોહી એકટ કલમના ગુનહામાં કામે છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી ધવલ રસીકભાઇ સાવલયા રહે. રાજકોટ વાળાને રાજસ્‍થાન રાજયના વિજયનગર ખાતેથી પકડી પાડી વધુે તપાસ અર્થે જામકંડોરણા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.  કોટડાસાંગાણી પો. સ્‍ટે.ના પ્રોહી એકટ ગુનાના કામે છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપી દિલુભાઇ જેઠસુરભાઇ તકમરીયા રહે.ર ાજકોટ કાલાવડ રોડ કણકોટ પાટીયા ઉપવન પાર્ક શેરી નં. ૧૦ કવાર્ટર નં. ર૪૦ તા.જી. રાજકોટ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે કોટડાસાંગાણી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.  જયારે કોટડાસાંગાણી પો.સ્‍ટે ના ગુનાના કામે છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપી જગદિશ ઉર્ફે જગો ગૌર રતીલાલ મહેતા રહે, બોટાદ પાળીયાદ રોડ તા.જી.બોટાદ વાળાની તપાસ કરતા આરોપી મરણ ગયેલ હોય તેનું મરણનું પ્રમાણપત્ર મેળવી નામ કમી કરવા માટે કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશનને રીપોર્ટ કરેલ છે.  ઉપલેટા પો.સ્‍ટેના આઇ.પી.સી કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુનાના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી સરમ ઉર્ફે સારમ જામસિંગ શિંગાળા રહે.ચામઝર ગામ નરવાળી ફળીયું, તા.કુકશી જી.ધાર, મધ્‍યપ્રદેશ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે ઉપલેટા પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે. તથા  ઉપલેટા પો.સ્‍ટેના આઇ.પી.સી કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુનાના કામે છેલ્લા ત્રણ વર્ષથી સારૂ નાસતા ફરતા આરોપી બબલુ જામસિંગ શિંગાળા  રહે.ચામઝર ગામ નરવાળી ફળીયુ, તા.કુકશી જી.ધાર, મધ્‍યપ્રદેશ વાળાને પકડી પાડી વધુ તપાસ અર્થે ઉપલેટા પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપેલ છે.

 આ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા જેતપુર ડિવિઝન, પોલીસ ઇન્‍સપેકટર જે પી રાવ તથા એલ.સી.બી સ્‍ટાફ, પોલીસ સબ ઇન્‍સપેકટર કે.એમ ચાવડા, તથા ઉપલેટા ટીમ પોલીસ સબ ઇન્‍સપેકટર એચ.સી.ગોહિલ તથા  ગોંડલ શાપર ટીમ, પોલીસ સબ ઇન્‍સપેકટર આર.વી ભીમાણી તથા જેતપુર ટીમ, પોલીસ સબ ઇન્‍સપેકટર પી.એન.ભરવાડ તથા  જસદણ ટીમ, પેરોલ ફર્લો ટીમં જોડાઇ હતી. 

(3:26 PM IST)