તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 16th May 2026
રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીની તારીખો જાહેર
૨૨ અને ૨૪ મેએ ઉમેદવારી ફોર્મ ભરાશે, ૨૩ અને ૨૫ મેએ મતદાન યોજાશે, રાજકીય ગતિવિધિઓ તેજ બની

અમદાવાદ, તા.૧૬: રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તા. ૨૨ મે અને તા. ૨૪ મેએ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે તા. ૨૩ મે અને તા. ૨૫ મેએ ચૂંટણી યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ જિલ્લા અને તાલુકા કક્ષાએ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
(3:10 PM IST)










