News of Thursday, 5th November 2026
રાજકોટ ડિવિઝને ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રૂા.૨૪.૯૬ લાખની રેકોર્ડબ્રેક આવક મેળવી
૪ નવેમ્બરના રોજ ૧,૯૧૭ કેસોમાંથી રૂા.૨૪.૯૬ લાખની વસૂલાત, ડિવિઝનના ઇતિહાસમાં ટિકિટ ચેકિંગથી એક દિવસની સૌથી વધુ આવક

રાજકોટ, તા. પઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વિના ટિકિટ તથા અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને અટકાવવા અને તહેવારોની મોસમમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ સતત ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ ડિવિઝન ટિકિટ ચેકિંગની આવકમાં સતત નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે.
આ જ ક્રમમાં ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાજકોટ ડિવિઝને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં ટિકિટ ચેકિંગના કુલ ૧,૯૧૭ કેસોમાંથી એક જ દિવસમાં ?૨૪.૯૬ લાખની આવક મેળવી હતી. રાજકોટ ડિવિઝનના ઇતિહાસમાં ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં મેળવેલી આ અત્યાર સુધીની સર્વોચ્ચ આવક છે. અગાઉ ૨૯ એ-લિ, ૨૦૨૨ના રોજ ટિકિટ ચેકિંગ દ્વારા એક દિવસમાં ?૧૫.૯૬ લાખની આવક થઈ હતી. આ રીતે ડિવિઝને તેના પાછલા રેકોર્ડની સરખામણીએ આશરે ૫૬.૪ ટકા વધુ આવક પ્રાાપ્ત કરી છે.
૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ટિકિટ ચેકિંગ દરમિયાન નોંધાયેલા કેસોની વિગત નીચે મુજબ છેઃ
વિના ટિકિટ મુસાફરીના ૧,૬૩૨ કેસોમાંથી રૂા.૨૨,૫૩,૯૫૫ ની આવક -ાપ્ત થઈ.
નિયત શ્રેણી કરતા ઉચ્ચ શ્રેણીમાં મુસાફરી કરનારા ૨૮૪ મુસાફરો પાસેથી રૂા.૨,૪૧,૯૭૦ ની આવક વસૂલવામાં આવી.
વધુ સામાન (લગેજ) લઈને મુસાફરી કરનારા ૧ મુસાફર પાસેથી રૂા.૫૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
આમ, કુલ ૧,૯૧૭ કેસોમાંથી ?૨૪,૯૫,૯૭૫ ની આવક પ્રાપ્ત થઈ, જે આશરે ?૨૪.૯૬ લાખ થાય છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ ડિવિઝનલ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર શ્રી કે.સી. ગુર્જર અને અન્ય ટિકિટ ચેકિંગ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશના પરિણામે ડિવિઝને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ૧ એ-લિથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં રાજકોટ ડિવિઝન દ્વારા વિના ટિકિટ અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા કુલ ૮૫,૦૯૯ મુસાફરો પાસેથી રૂા.૭.૮૫ કરોડની આવક મેળવવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ટિકિટ ચેકિંગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની -શંસા કરી હતી. તેમણે તમામ રેલ મુસાફરોને અપીલ કરી હતી કે તેઓ હંમેશાં યોગ્ય અને માન્ય ટિકિટ લઈને જ મુસાફરી કરે તથા રેલવેના નિયમોનું પાલન કરીને સુરક્ષિત અને ગૌરવપૂર્ણ રેલ યાત્રા સુનિヘતિ કરે.
(3:25 PM IST)










