<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાજકોટ ઇલેકટ્રોનીકસ ટ્રેડ એસોસીએશન દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્‍માન સમારોહ

રાજકોટ તા. ૨૩ : રાજકોટ ઇલેકટ્રોનીકસ ટ્રેડ એસોસીએશન દ્વારા તા. ૨૬ ના રવિવારે વિદ્યાર્થી સરસ્‍વતી સન્‍માન સમારોહનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે બાળકોને અભ્‍યાસમાં રસ રૂચી કેળવાય અને ટેલેન્‍ટેડ સ્‍ટુડન્‍ટસને મોટીવેશન મળે તે હેતુથી દર વર્ષની માફક ધો.૧ થી ૧૨ના પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને શીલ્‍ડ તથા સર્ટીફીકેટ આપી સન્‍માનીત કરાશે. અન્‍ય તેજસ્‍વી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન ભેટ અને સર્ટીફીકેટ આપી સન્‍માનીત કરાશે.

૧૯૭૮માં સ્‍થપાયેલી આ સંસ્‍થા ૪૯ વર્ષથી કાર્યરત છે. દર વર્ષે અલગ અલગ ફેમીલી પ્રોગ્રામ, પ્રવાસ, સેમીનાર, બ્‍લડ ડોનેશન કેમ્‍પ સહીતના આયોજનો કરે છે.

રવિવારે યોજાયેલ વિદ્યાર્થી સન્‍માન સમારોહમાં એસો.ના સભ્‍યોએ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કરવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ ઇલેકટ્રોનીકસ ટ્રેડ એસોસીએશનના પ્રમુખ મનોજભાઇ પરમાર, મંત્રી મુકેશભાઇ લુણાગરીયા, મનસુખભાઇ મોજીદરા, જયેશભાઇ ભટ્ટ, ભરતભાઇ મહેતા, દીપકભાઇ ચોટલીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:13 PM IST)