<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

રાજકોટ લોકમેળોઃ કાલે ફોર્મ ઉપાડ અને

ભરવાનો છેલ્લો દિવસઃ મૂદત લંબાવાય તેવી શકયતા આજે બપોર સુધીમાં ૩૦૬ ફોર્મ ઉપડયા અને માત્ર ૨૩ ભરાઇને પરત આવ્‍યા છે...

રાજકોટ તા.૨૭: જન્‍માષ્ટમી નિમિત્તે યોજાતા પરંપરાગત અને લોકપ્રિય લોકમેળા માટે સ્‍ટોલ, ચકરડી અને પ્‍લોટના ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ છે. મેળામાં પોતાના વ્‍યવસાય કે મનોરંજનના સાધનો ગોઠવવા ઈચ્‍છુક અરજદારો માટે બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો આ છેલ્લો મોકો છે.છેલ્લા આંકડા મુજબ, ૨૨૮ સ્‍ટોલ-પ્‍લોટ પૈકી અત્‍યાર સુધીમાં કુલ ૩૦૬ ફોર્મ ઉપડ્‍યા છે. જેની સામે ફક્‍ત ૨૩ ફોર્મ ભરાઈ ને પરત આવ્‍યા છે.   ઉલ્લેખનીય છે કે, આ તમામમાં રમકડાંના પાંચ, ખાણી-પીણીના નાના-મોટા સ્‍ટોલ થઇ ૧૧ અને આઈસ્‍ક્રીમના સાત ફોર્મ જમા થયા છે.હાલની પરિસ્‍થતિ મુજબ, સ્‍ટોલ-પ્‍લોટમાં ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી શકે છે. આ અંગે મેળાસમિતિ દ્વારા ટૂંક સમયમાં જ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે.ફોર્મ સ્‍વીકારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેળાસમિતિ દ્વારા નિયમ મુજબ ચોક્કસ કેટેગરીઓ માટે ડ્રો (લકી ડ્રો) અને મોટા પ્‍લોટ્‍સ માટે જાહેર હરાજી (ઓક્‍શન) હાથ ધરવામાં આવશે. જો ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે, તો આગળના ડ્રો અને હરાજીના શિડ્‍યુલમાં પણ આંશિક ફેરફાર થઈ શકે છે.

સમિતિ દ્વારા સ્‍ટોલ પ્‍લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના ૧૦૦ સ્‍ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના ૦૮ સ્‍ટોલ તા. ૦૧ ઓગસ્‍ટ ને શનિવારના ૧૧ કલાકે, કેટેગરી-જે મધ્‍યમ ચકરડીના ૩ પ્‍લોટ, કેટેગરી કેની નાની ચકરડીના ૨૪ પ્‍લોટ માટે તા. ૦૧ ઓગસ્‍ટ ને શનિવારે સવારે ૧૧:૩૦ કલાકે હરરાજી યોજાશે.  આ ઉપરાંત તા.૦૪ ઓગસ્‍ટ ને મંગળવારના રોજ કેટેગરી-એ ખાણી પીણી/એક્‍સપો/એક્‍ઝિબિશન /વિવિધ શો/ પ્રદર્શન માટે ૨ પ્‍લોટ અને બી૧/કોર્નર ખાણીપીણીના ૪૦ પ્‍લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના ૫, એફના ૩, જીના ૨૦ અને એચના ૬ પ્‍લોટની હરરાજી તા.૦૫ ઓગસ્‍ટ ને બુધવારના સવારે ૧૧:૩૦ કલાકે તેમજ તા.૦૬ ઓગસ્‍ટને ગુરૂવારે કેટેગરી- એકસ  આઇસ્‍ક્રીમના ૧૭ પ્‍લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે હરરાજી કરવામાં આવશે.

(2:12 PM IST)