તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાજકોટ લોકમેળોઃ રમકડાના ૧૦૦ સ્ટોલ સામે માત્ર ૯૫ ફોર્મ આવતા‘ફર્મ એલોટમેન્ટ'જેવો ઘાટ સર્જાયો..
તંત્રને રમકડાના સ્ટોલના ‘ડ્રો' ની જરૂર નહિ પડેઃ સોમવારથી હરાજી થશે.. બીજી બાજુ નાના બાળકો માટેના ચકરડીના સ્ટોલમાં ભારે ઘસારોઃ ૨૪ સ્ટોલ સામે ૨૦૦થી વધુ અરજીઃ સોમવારે ડ્રો થશે..

રાજકોટ,તા.૧: સૌરાષ્ટ્રના લોકપ્રિય અને ઐતિહાસિક એવા રાજકોટના લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સની ફાળવણી માટે તંત્ર દ્વારા ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વખતે એક ચોંકાવનારો અને રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો છે.લોકમેળામાં દર વર્ષે ભારે આકર્ષણ જમાવતા રમકડાંના સ્ટોલ માટે આ વખતે વેપારીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી.રમકડાંના ૧૦૦ સ્ટોલ સામે માત્ર ૯૫ ફોર્મ જ ભરાયા છે. જેટલા સ્ટોલ ઉપલબ્ધ છે તેના કરતાં પણ ૫ ફોર્મ ઓછા આવ્યા છે. આ સ્થિતિને કારણે તંત્રએ રમકડાંના સ્ટોલ માટે કોઈપણ પ્રકારની હરરાજી (હરાજી) કરવાની જરૂર રહેશે નહીં. અરજી કરનાર તમામ ૯૫ વેપારીઓને સીધી જ ફાળવણી કરી દેવામાં આવશે, જ્યારે બાકી રહેલા ૫ સ્ટોલ અંગે તંત્ર આગામી નિર્ણય લેશે.એક તરફ રમકડાંના સ્ટોલમાં મંદ ઉત્સાહ જોવા મળ્યો, તો બીજી તરફ નાના બાળકો માટેની ‘નાની ચકરડી'ના પ્લોટ મેળવવા માટે સંચાલકો વચ્ચે ભારે ઘસારો જોવા મળ્યો છે.માત્ર ૨૪ પ્લોટ સામે ૨૦૬ જેટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા આ વિભાગમાં ભારે હરીફાઈ સર્જાઈ છે. હવે આ પ્લોટની ફાળવણી ડ્રો દ્વારા થશે.
(4:03 PM IST)










