News of Wednesday, 25th November 2026
રાજકોટ મારૂં ઘર છેઃ હું મારા ઘરે આવ્યો છું: ઉસ્તાદ સાબીર ખાન
વિનોદભાઈ ગજ્જરના આયોજનમાં સંગીતપ્રેમીઓ બન્યા ભાવવિભોરઃ સારંગીના સૂર થકી જીવંત થઈ ઉસ્તાદ સુલતાન ખાનની અમર સ્મળતિ પિતાની કર્મભૂમિ રાજકોટમાં પુત્ર સાબીર ખાનની ભાવભીની સ્વરાંજલિઃ સારંગીના તાર પર રેલાવ્યા પિતાના પ્રિય રાગો, ગુજરાતી ભજન અને ફિલ્મી ગીતોએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ કાર્યક્રમમાં રાગ વાચસ્પતિમાં બંદિશ ‘‘જાઉં મે તોપે બલમા... જાઉ તોપે વારી...રાત અંધેરી ડર મોંહે લાગે... કૈસે કહું મનકી બિના...'' ગાઇને સંભળાવી ત્યારે તેમના મીઠા કંઠનો અનુંભવ પણ શ્રોતાઓના કાનમાં જાણે મધ ઘોળી ગયો. ‘‘કેસરિયા બાલમ આવોની પધારો મ્હારે દેશ...'' , ‘‘લગજા ગલે કે ફિર યે હસી રાત હો ના હો...'', ‘‘યે દિલ તુમ બીન કહીં લગતા નહી..'', ‘‘થાડે રહીયો ઓ બાંકે યાર રે..'', ‘‘યારા સીલી સીલી બીરહા કી..'', ‘‘પિયા બસંતી રે કાહે સતાયે આજા..'', ‘‘અલબેલા સજન આયો રે..'', ‘‘રઘુપતિ રાઘવ રાજા રામ..'' અને ગુજરાતી ભજન ‘‘કર મન ભજનનો વેપાર... હરિ તારા નામનો આધાર..'' ગાઇ અને વગાડી લોકોને મંત્રમુગ્ધ કર્યા

રાજકોટ, તા.૧૮: ભારતના પ્રખ્યાત સારંગીવાદક અને શાષાીય સંગીતકાર પદ્મભૂષણ ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ તેમના સારંગી વાદન માટે વિશ્વભરમાં જાણીતા હતા. તેમણે ભારતીય શાષાીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી. ૨૭ નવેમ્બર ૨૦૧૧ ના રોજ તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી. તેમની કારકિર્દીની શરૂઆત રાજકોટ આકાશવાણી માંથી થઇ હતી. રાજકોટના ખુબજ જાણીતા સંગીત ચાહક અને ભાવક તેમજ સુલતાન ખાન સાથે પારિવારીક ઘરોબો ધરાવતા શ્રી વિનોદભાઇ ગજ્જર દ્વારા તા.૧૫ ને રવિવારે અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે ઉસ્તાદ સુલતાનની સ્મળતિમાં તેમના પુત્ર સાબીર ખાનના સારંગીવાદનનો અદભૂત કાર્યક્રમ યોજાઇ ગયો. સાથે સાબરકાંઠાથી આવેલા યુવા ગઝલ ગાયક ક્રિશ બારોટનો ગઝલનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી વિનોદભાઇ ગજ્જરે કર્યું હતું.
રવિવારની સાંજ રાજકોટ માટે માત્ર એક સંગીત સમારોહ નહી પરંતુ એક ભાવનાત્મક સ્મળતિ બની રહી. રાજસ્થાનની ધરતીમાંથી ઊભરી આવેલા મહાન કલાકાર ઉસ્તાદ સુલતાન ખાન સાહેબે પોતાની સારંગીના સૂરોથી સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું હતું. તેમની સંગીતયાત્રાનો એક મહત્વપૂર્ણ અધ્યાય આ રાજકોટની ધરતી સાથે પણ જોડાયેલો છે. વર્ષ ૧૯૬૦માં આકાશવાણી રાજકોટથી પોતાની સંગીતયાત્રાની શરૂઆત કરનાર ઉસ્તાદ સુલતાન ખાન સાહેબે સારંગીને માત્ર એક વાદ્ય તરીકે નહીં પરંતુ એક સ્વતંત્ર અને આગવી ઓળખ અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેઓએ સારંગીના તારોમાં પોતાની આત્માનો અવાજ રેડ્યો હતો. ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ માટે સારંગી માત્ર એક વાદ્ય નહોતું એ તેમની અભિવ્યક્તિ હતી, તેમની લાગણી હતી, તેમની સંવેદના હતી, તેમની ઓળખ હતી, તેમના જીવનની સાધના હતી અથવા તો એમ કહીએ કે તેમના હૃદયના ધબકારા હતા. તેમનો અવાજ અને સારંગીના સૂર આજે પણ સંગીત-ેમીઓનાં હૃદયમાં જીવંત છે.
દિપ પ્રાગટય બાદ કાર્યક્રમની શરૂઆતમાં ઉસ્તાદ સાબીર ખાને જણાવ્યું કે, રાજકોટ મારું ઘર છે એટલે આજે હું મારા ઘરે આવ્યો છું. મારી જન્મભૂમિ ભલે રાજસ્થાન રહી હોય પરંતુ મારી કર્મભૂમિ રાજકોટ અને ત્યારબાદ મુંબઈ રહી છે. જ્યારે મારા અબ્બાને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે કેટલાક લોકોએ તેમને પૂછયું હતું કે, તમને આ સન્માન આટલું મોડું કેમ મળ્યું? ત્યારે તેમણે ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે, ‘‘જુઓ, સરકાર પણ એ નક્કી કરી શકી નથી કે હું રાજસ્થાની છું, ગુજરાતી છું કે મહારાષ્ટ્રીયન છું! કારણ કે હું આ ત્રણેય શહેરોમાં રહ્યો છું. કદાચ એટલા માટે જ મને આ સન્માન મોડેથી મળ્યું હશે.'' પરંતુ આ વાત તેમના માટે ગર્વની હતી કે તેઓ ગુજરાતમાં રહ્યા હતા. તેઓ ગુજરાતી ભાષાને ખૂબ સારી રીતે સમજતા અને બોલતા હતા. ગુજરાતના ઘણા સારા ગાયકો સાથે તેમનો નાતો રહ્યો હતો. ગુજરાતી સંગીત અને ગુજરાતી રચનાઓ પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો. તેમણે ઘણી ગુજરાતી રચનાઓ ગાઈ હતી અને સારંગી પર વગાડી પણ હતી. તેમનાં ગુજરાતી ભજનો પણ છે. એટલે હું અહીં કોઈ બીજા શહેરમાં આવ્યો હોઉં એવી ભાવના સાથે નથી આવ્યો. હું મારા ઘરે આવ્યો છું. અહીં હું મારા લોકોની વચ્ચે, મારા પરિવારની વચ્ચે અને મારા અબ્બાની યાદો સાથે આવ્યો છું.
સાબીર ખાને વધુમાં જણાવ્યું કે, આપણે સૌના જીવનમાં શરૂઆતનું એક વિશેષ સ્થાન હોય છે. જેમ કે, આ મારી બાળપણની શાળા છે, આ મારી કોલેજ છે, અહીંથી મેં મારા પરિવારની જવાબદારી સંભાળવાની શરૂઆત કરી હતી. એ જ રીતે રાજકોટ એ મારા અબ્બાના જીવનની શરૂઆતનું એક ખૂબ જ મહત્ત્વનું સ્થાન રહ્યું છે. મારા અબ્બાએ રાજકોટ ગુજરાતમાં પોતાની સંગીતયાત્રાની શરૂઆત કરી હતી. એ સમયે તેમની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. કલ્પના કરો, માત્ર ૧૬ વર્ષનો એક કિશોર પોતાના પરિવારથી અલગ થઈને એક અજાણ્યા શહેરમાં આવે છે. આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાંનો એ સમય હતો. ત્યારે આવવા-જવા માટે વાહનો અને ટ્રેનોની એટલી સુવિધાઓ પણ નહોતી. કદાચ અઠવાડિયામાં એકાદ ટ્રેન મળતી હશે. તેમ છતાં તેમણે ખૂબ સંઘર્ષ કર્યો અને પોતાની મહેનતથી આગળ વધ્યા. પરંતુ જ્યારે તેઓ આ શહેરમાં આવ્યા ત્યારે તેમણે એક વાત કહી હતી કે, ‘‘મને કયારેય એવું લાગ્યું જ નહીં કે હું રાજકોટમાં છું, ગુજરાતમાં છું કે રાજસ્થાનમાં છું. અહીં આવ્યા પછી મને જે મિત્રો મળ્યા, જે પ્રેમ મળ્યો અને જે પરિવાર મળ્યો તે બધાએ મને પોતાનો બનાવી લીધો.'' તેઓ રાજકોટ અને અહીંના પોતાના મિત્રોને ખૂબ યાદ કરતા હતા. સૌથી પહેલાં તો હું તેમના એ તમામ મિત્રોને નમન કરું છું, જેઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા. મારા અબ્બાને જેમણે પ્રેમ આપ્યો, માન આપ્યું, સન્માન આપ્યું, તે તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. અહીં આજે એવા ઘણા લોકો પણ ઉપસ્થિત છે જેઓ મારા અબ્બાની ખૂબ નજીક હતા અને આજે પણ તેમની યાદોને પોતાના હૃદયમાં સાચવીને બેઠા છે. તમે સૌ અહીં ઉપસ્થિત છો એ જ તેનો સૌથી મોટો પુરાવો છે. મારા ખૂબ જ પ્રિય અંકલ શ્રી વિનોદભાઇ ગજ્જર સાહેબ જેઓ મારા અબ્બાના જૂના મિત્ર અને ભાઈ સમાન છે તેમણે આજની આ સુંદર સાંજ મારા અબ્બાની યાદમાં સજાવી છે. એટલે હું મારા વિનોદ અંકલનો દિલથી આભારી છું કે તેમણે મારા અબ્બાની યાદમાં આ સુંદર મહેફિલનું આયોજન કર્યું. સાબીર ખાને ડો. નિરજાબેન અને તબલા વાદક ઇસ્તાદ જીંદેહસનનો પણ આભાર માન્યો હતો.
સારંગી વાદક ઉસ્તાદ સાબીર ખાને હિન્દી ફિલ્મો ચમેલી, રોગ, દોર, અનવર, સાંવરિયા, છોડોના યાર, જોધા અકબર, સહિત અનેક ફિલ્મોમાં પોતાની સારંગીના સૂરોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેઓ સીકર ઘરાનામાં નવમી પેઢીના સારંગીવાદક છે. તેઓએ ઉસ્તાદ સુલતાન ખાનના -યિ રાગ ‘‘વાચસ્પતિ'' થી સંગીત સભાની શરૂઆત કરી હતી. આલાપ, જોડ, જાલા અને ત્યાર બાદ મધ્યલય તિનતાલના ઠેકા સાથે બંદિશ ‘‘જાઉં મે તોપે બલમા... જાઉ તોપે વારી...રાત અંધેરી ડર મોંહે લાગે... કૈસે કહું મનકી બિના...'' ગાઇને સંભળાવી ત્યારે તેમના મીઠા કંઠનો અનુંભવ પણ શ્રોતાઓના કાનમાં જાણે મધ ઘોળી ગયો. ઉસ્તાદ સાબીર ખાને સારંગી પર ફરતી આંગળીઓથી તાન વગાડતી વખતે જાણે ‘‘માખી'' ગણગણતી હોય તેવો લાજવાદ અવાજ પ્રવાહીત કરીને તંતુના તાર ને ભાવકોના હૃદયની પાર પહોંચાડ્યા. સારંગી પર ફરતી તેમની આંગળીઓથી જાણે ફુલોને ઝાંકળનો કોમળ સ્પર્શ થયો હોય તેવો એહેસાસ સતત થતો રહ્યો. પતિ-પત્નિના મીઠા ઝગડાને પણ તાનમાં રજુ કરી લોકોની વાહવાહી મેળવી.
સભાના બીજા પડાવમાં ઉસ્તાદ સાબીર ખાને તેમના પિતા ઉસ્તાદ સુલતાન ખાન દ્વારા રચીત ‘‘લંગર તાન'' ગમક સાથે વગાડી સ્વરોનું વ્હાલ વરસાવ્યું. એ પછી રાગ ‘‘મિશ્ર શિવરંજની''મા સુલતાન ખાન સાહેબની બંદિશ ‘‘નૈના મોરે તરસ ગયે રે બલમા..''તાલ કહેરવાના ઠેકા સાથે રજુ કરી. એ પછી ખાન સાહેબને યાદ કરી સારંગીમાં ગુજરાતી અંગ વગાડી ગાયકિ અંગની ગત સાથે મુરકી, ગમક, મીંડ, લયકારીને પ્રસ્તુત કરી ત્યારે શ્રોતાઓ રીતસર વારી ગયા. ‘‘કેસરિયા બાલમ આવોની પધારો મ્હારે દેશ...'' વગાડિ રાજસ્થાનની માટીની મહેક સૂરોથી પ્રસરાવી. ત્યારબાદ રાગ ‘‘મિશ્ર પહાડી'' માં બોલીવુડમાં સ્વર બધ્ધ ગીતોના સૂરો સજાવ્યા જેમાં શ્રોતાઓએ પણ ગાઇને સૂર પુરાવ્યો. ‘‘લગજા ગલે કે ફિર યે હસી રાત હો ના હો...'', ‘‘યે દિલ તુમ બીન કહીં લગતા નહી..'', ‘‘થાડે રહીયો ઓ બાંકે યાર રે..''(આ ગીતમાં સારંગી ઉસ્તાદ સુલતાન ખાન સાહેબે વગાડી હતી).. એજ રીતે રાગ ‘‘મેઘ''મા ‘‘યારા સીલી સીલી બીરહા કી..'' વગાડ્યું. ખાન સાહેબે ગાયેલ પ્રખ્યાત ગીત ‘‘પિયા બસંતી રે કાહે સતાયે આજા..'' ગાઇને લોકોના દિલ જીતી લીધા. એ પછી રાગ ‘‘આહિર ભૈરવ'' મા સ્વર બધ્ધ ગીત ‘‘અલબેલા સજન આયો રે..મોરા અત મન સુખ પાયો રે..'' ગાઇ અને સારંગીમાં વગાડ્યુ ત્યારે તેમના સારંગી પર આંગળીના ટેરવાના કોમળ સ્પર્શથી જાણે સૂરોની સરવાણી ફૂટી હોય તેવો અહેસાસ થયો. રાગ ખમાજ પર આધારીત ‘‘રઘુપતિ રાઘવ રાજા રામ..'' ગીતને તંતુના તાર થી ભાવકોના હ્રદયની પાર પહોંચાડ્યું. અંતમાં શ્રી વિનોદભાઇ ગજ્જરની ફરમાઇશ પર ૧૯૫૮ માં ખાન સાહેબે કંમ્પોઝ કરેલ ગુજરાતી ભજન ‘‘કર મન ભજનનો વેપાર... હરિ તારા નામનો આધાર..'' અદભૂત રીતે રજુ કર્યું. ઉસ્તાદ સાબીર ખાનની સારંગીના સ્વરો સાથે રાજકોટના તબલા વાદક ઉસ્તાદ મહેંદી હસનના તબલાના તાલનો લડાવ લોકોને સ્પર્શી ગયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમિબેન ભટ્ટે કર્યું હતું.
ઉસ્તાદ સુલતાન ખાન સાહેબની ૧૫ મી વાર્ષિક પુણ્યતિથી નીમિતે રાજકોટના સંગીત ભાવક શ્રી વિનોદભાઇ ગજ્જર દ્વારા આયોજીત આ સાંજ ખરેખર સૂરમય બની રહી.
રાજકોટના ભિલવાસ વિસ્તારમાં ફરી વિનોદભાઇ ગજ્જર સાથે સાબીર ખાને પિતાની સ્મૃતિઓ વાગોળી
શ્રી વિનોદભાઇ ગજ્જરે જણાવ્યું હતું કે, મારે ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ સાથે ૧૯૭૮ થી પોતિકા સંબંધ છે. જ્યારે સાબીર ખાનનો ફોન આવ્યો કે અંકલ અબ્બાની પુણ્યતિથીએ મુંબઇમાં બે પ્રોગ્રામ અને એક અમદાવાદમાં કરીએ છીએ હું પાસ મોકલું છુ તમે આવો. ત્યારે મેં કહ્યું કે, ઉસ્તાદ સુલતાન ખાન સાહેબની કર્મભૂમિ તો રાજકોટ છે તો અમદાવાદ શા માટે પ્રોગ્રામ કરો છો? સાબીર ખાને કહ્યું તો શું કરીશું અંકલ? મે તેને ૧૫ નવેમ્બરની તારીખ આપી અને કાર્યક્રમ ફિક્સ કર્યો. સાથે સાબરકાંઠાના ગઝલ ગાયક ક્રિશ બારોટને પણ બોલાવ્યા. વિનોદભાઇ કહે છે, સાબીર ખાન ૧૪ તારીખે રાજકોટ આવી ગયા એટલુંજ નહીં જ્યાં ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ ૮ વર્ષ ભિલવાસમાં રહ્યા ત્યાં અમે ચાલીને અઢી કલાક ફર્યા અને તેમની સ્મૃતિઓ વાગોળી, તેમનું પૈતૃક નિવાસ જોયું, સગા-વ્હાલા, મિત્રો-પરિચિતો, પડોશીઓને મળ્યા, આકાશવાણી ગયા અને તેમણે સ્મૃતિઓ વાગોળી હતી.
સંપર્ક : વિનોદભાઇ ગજ્જર : ૯૮૭૯૧ ૩૧૫૪૬
સંગીતની મીઠાશનો અનુભવ કર્યા પછી જ તેના પ્રત્યે સાચો પ્રેમ જન્મે છેઃ ઉસ્તાદ સાબીર ખાન
વિશ્વનાં અનેક શહેરોમાં ગયો છું પરંતુ આ વખતે રાજકોટના એ જૂના મહોલ્લામાં જઈને, શહેરની એ ગલીઓમાં ફરીને અને આકાશવાણીના એ સ્ટેશન પર જઈને મને એક અદ્ભૂત અનુભૂતિ થઈ. એવું લાગ્યું કે જાણે આખી દુનિયા એક જ જગ્યાએ સમાઈ ગઈ હોય. મને ખરેખર
ખૂબ જ આત્મિક શાંતિ મળી.
ભારતના પ્રખ્યાર સારંગી વાદક પદ્મભૂષણ ઉસ્તાદ સુલતાન ખાન સાહેબની કારકિર્દીનો પ્રારંભ રાજકોટ આકાશવાણીથી થયો હતો. રવિવારે રાજકોટના આંગણે તેમના પુત્ર ઉસ્તાદ સાબીર ખાન સારંગી વગાડવા આવ્યા હતા. અકિલા સાથે તેમણે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મને મારા ઘર જેવું લાગ્યું. રાજકોટ મારું બીજું ઘર છે. મારું પહેલું ઘર રાજસ્થાન, બીજું રાજકોટ અને ત્રીજું મુંબઈ છે. એટલે રાજકોટ મારું ઘર જ છે. હવે ઘર વિશે શું કહું? ઘર તો હંમેશાં સારું જ લાગે ને! કમનસીબે હું રાજકોટમાં રહી શક્યો નથી કારણ કે મારો જન્મ થયો ત્યાં સુધીમાં મારા અબ્બા મુંબઈ સ્થળાંતર કરી ચૂક્યા હતા. જોકે મારા અબ્બા અને અમ્મી રાજકોટમાં રહ્યાં હતાં. મારો જન્મ થોડો મોડો થયો હતો એટલે મારો જન્મ રાજસ્થાનમાં થયો. ત્યારબાદ અબ્બા મુંબઈ આવી ગયા અને અમે પણ મુંબઈ આવી ગયાં. જોકે રાજકોટ આવવા-જવાનું સતત રહેતું હતું. પરંતુ આ વખતે હું જે રીતે રાજકોટ આવ્યો અને અહીંના જૂના વિસ્તારોમાં ચાલીને ગયો જ્યાં મારા અબ્બા રહેતા હતા, જ્યાં તેઓ રાજકોટ રેડિયો સ્ટેશનમાં નોકરી કરતા હતા તે બધું જોઈને મને ખૂબ જ શાંતિ અને આનંદ મળ્યો. હું છેલ્લા ૨૨-૨૩ વર્ષથી આખી દુનિયામાં ફર્યો છું. વિશ્વનાં અનેક શહેરોમાં ગયો છું પરંતુ આ વખતે રાજકોટના એ જૂના મહોલ્લામાં જઈને, શહેરની એ ગલીઓમાં ફરીને અને આકાશવાણીના એ સ્ટેશન પર જઈને મને એક અદ્વુત અનુભૂતિ થઈ. એવું લાગ્યું કે જાણે આખી દુનિયા એક જ જગ્યાએ સમાઈ ગઈ હોય. મને ખરેખર ખૂબ જ આત્મિક શાંતિ મળી.
રાજકોટ સાથે જોડાયેલી મારા અબ્બાની જિદગીની ઘણી બધી યાદો છે. સૌથી પહેલાં તો તેઓ ગુજરાતી અને ખાસ કરીને કાઠિયાવાડી ભાષા ખૂબ જ સારી રીતે બોલતા હતા. ગુજરાતી ભાષા પર તેમની સારી પકડ હતી. તેમણે ઘણી ગુજરાતી રચનાઓ બનાવી હતી જેમાંથી કેટલીક આજે મેં પણ ગાઈ છે. તેમની સંગીત કારકિર્દીની શરૂઆત અહીંથી થઈ હતી. તેમણે પોતાની કારકિર્દીમાં જે કંઈ સિદ્ધિ મેળવી તેમાં ગુજરાત અને ખાસ કરીને રાજકોટનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. મારા અબ્બા માત્ર ૧૬ વર્ષની ઉંમરે રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે લગભગ ૧૨ વર્ષ સુધી નોકરી કરી હતી. એક ખૂબ જ રસપ્રદ વાત મેં સાંભળી છે કે અહીંના સ્ટાફના લોકો તેમને રાજકોટ છોડીને જવા દેવા તૈયાર નહોતા. અહીંના ડિરેક્ટર પણ કહેતા હતા કે, ઙ્કના, તમે અહીંથી જઈ શકશો નહીં. તમે જતા રહેશો તો અમારી વચ્ચે એક મોટું ખાલીપણું સર્જાશે.ઙ્ઘ પરંતુ ત્યારબાદ લતા મંગેશકરજીના પરિવાર તરફથી પત્ર આવ્યો અને મુંબઈમાં કામ કરવાની તક મળી. ત્યારે અહીંના સૌ લોકોએ કહ્યું કે, ઙ્કઅમે પણ ઇચ્છીએ છીએ કે તમે જીવનમાં આગળ વધો અને પ્રગતિ કરો.ઙ્ઘ આટલો બધો પ્રેમ અને લાગણી તેમને ગુજરાત અને રાજકોટ તરફથી મળ્યાં હતાં. મારા મતે આટલો પ્રેમ તેમને કદાચ બીજે ક્યાંયથી મળ્યો નહીં હોય.
હા, આવી ઘણી રસપ્રદ ઘટનાઓ છે. મારા અબ્બા રાજકોટમાં અનેક કાર્યક્રમોમાં સારંગી વગાડતા હતા. એક વખત અહીં ખૂબ મોટાં ગાયિકા શુભા ગુર્તૂજી આવ્યા હતાં. તેઓ મારા અબ્બા સાથે સંગીતની સંગત કરી ચૂક્યાં હતાં. તેમને મારા અબ્બાનું સારંગીવાદન ખૂબ ગમ્યું હતું. ત્યારબાદ તેઓ મુંબઈ ગયાં અને મંગેશકર પરિવારને મારા અબ્બા વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ‘‘હું એક એવા સારંગીવાદકને મળીને આવી છું, જે ખૂબ જ અદ્વુત સારંગી વગાડે છે. તેમની સારંગી જાણે ગાય છે!'' આ વાત આશા ભોંસલેજી સુધી પહોંચી અને તેમણે લતાજીને પણ મારા અબ્બા વિશે જણાવ્યું. તે સમયે લતાજી ખૂબ વ્યસ્ત રહેતાં હતાં. રેકોર્ડિગ અને અન્ય કામના કારણે તેમની પાસે સમય ઓછો રહેતો હતો. તેથી આશાજીને કહ્યું કે, ‘‘તમે જ જઈને સાંભળો કે આ સારંગીવાદક કેવું વગાડે છે.'' આશાજી ખાસ મારા અબ્બાનું સારંગીવાદન સાંભળવા ગયાં હતાં. ત્યારબાદ તેમણે ઘરે જઈને લતાજીને કહ્યું કે, ઙ્કદીદી, ખરેખર તેઓ અદભુત સારંગી વગાડે છે. તેમની સારંગી જાણે ગાતી હોય એવું લાગે છે.ઙ્ઘ તે સમયે મારા અબ્બાની ઉંમર લગભગ ૨૨થી ૨૫ વર્ષની હશે. ત્યારબાદ લતાજીએ અનેક વખત મારા અબ્બાને મુંબઈ બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શરૂઆતમાં તેમનું મુંબઈ આવવાનું મન નહોતું. તેઓ કહેતા કે, ‘‘મને બોલિવૂડની ફિલ્મોમાં કામ કરવામાં ખાસ રસ નથી. હું અહીં રાજકોટમાં જ ખુશ છું.'' તેમને અહીં ખૂબ જ શાંતિ મળતી હતી. બાળપણથી જ અહીં રહ્યા હતા. તેમના મિત્રો અહીં હતા અને આ શહેર સાથે તેમનો એક અલગ જ લગાવ હતો. કદાચ તેઓ આ શહેરનો અને પોતાના મિત્રોને મળતા પ્રેમનો સાથ છોડવા માગતા નહોતા. પરંતુ તેમના મિત્રોએ પણ તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે સમજાવ્યું કે, ‘‘અમે પણ ઇચ્છીએ છીએ કે તમે આગળ વધો, મોટી સિદ્ધિઓ મેળવો.'' આખરે મારા અબ્બાએ મુંબઈ જવાનો નિર્ણય કર્યો. મંગેશકર પરિવાર તરફથી પત્ર આવ્યો અને ત્યારબાદ મારા અબ્બા મુંબઈ ગયા. તેઓ લતાજીને ત્યાં લગભગ ચાર મહિના રહ્યા હતા.
સાબીર ખાને અનેક ફિલ્મોમાં સારંગી વગાડી છે. તેમણે કહ્યું કે, મેં સચિન-જીગર માટે 'બદલાપુર'નું ગીત વગાડ્યું હતું. હિમેશ રેશમિયા માટે પણ કામ કર્યું છે. સંદેશ શાંડિલ્ય માટે 'ચમેલી'માં વગાડ્યું હતું. વિશાલ ભારદ્વાજ માટે કંગના રનૌતની ફિલ્મ 'રંગૂન'માં પણ સારંગી વગાડી હતી. તાજેતરમાં 'હીરામંડી'માં પણ કામ કર્યું છે. આવી ઘણી ફિલ્મો છે જેમાં મારી સારંગીનો અવાજ સંભળાય છે. પરંતુ ફિલ્મોમાં કામ કરવાની એક મર્યાદા હોય છે. ઘણીવાર એક-બે મિનિટ કે માત્ર થોડીક સેકન્ડનો ભાગ હોય છે. વગાડવાનું અને પછી આગળ વધી જવાનું. પરંતુ સાચું અને મુખ્ય કામ તો સ્ટેજ પર થાય છે. શાષીય સંગીતની સાચી મજા બે-ત્રણ કલાકની સંગીતસભામાં અને શ્રોતાઓ સાથેના સીધા જોડાણમાં છે.
સાબીર ખાન કહે છે, જે દિવસે જે સારું વાગી જાય, એ દિવસે એ જ મારો મનપસંદ રાગ બની જાય છે! રાજસ્થાનની પોતાની એક અલગ સુગંધ છે અને ગુજરાતની પણ પોતાની આગવી સુગંધ છે. ગુજરાત સાથે અમારો ખૂબ જૂનો નાતો છે. જોધપુર અને રાજસ્થાન સાથે પણ એટલો જ લગાવ છે. જયપુર મારું નાનીનું ઘર છે અને મુંબઈ પણ અમારી કર્મભૂમિ છે. એવી જ રીતે સંગીતમાં પણ વિવિધતા હોવી જોઈએ. અમે રાજસ્થાનમાં અમારા દાદા ઉસ્તાદ ગુલાબ ખાન સાહેબના નામે 'ગુલાબ ખાન અચીવમેન્ટ એવોર્ડ' આપીએ છીએ. જોધપુરના મેહરાનગઢ ફોર્ટ ખાતે મહારાજા ગંગાસિહજીના હસ્તે આ સન્માન આપવામાં આવે છે. આ કાર્ય કરતાં અમને લગભગ ૧૬ વર્ષ થઈ ગયાં છે. ઉસ્તાદ ઝાકિર હુસૈન, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત શિવકુમાર શર્મા, ડો. એલ. સુબ્રમણ્યમ, કવિતા કૃષ્ણમૂર્તિ, આશા ભોંસલે, સુરેશ વાડકર, પંકજ ઉધાસ અને અન્ય અનેક દિગ્ગજ કલાકારોને આ સન્માન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંબઈમાં પણ એક અલગ સંગીત કાર્યક્રમ અને સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ અમે કાર્યક્રમો યોજી રહ્યા છીએ. ૨૭ નવેમ્બરે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં કાર્યક્રમ યોજાશે. તેમાં આંતરરાષ્ટ્રીય બેન્ડ અને 'ધ લેગસી' નામનું બીજું બેન્ડ પણ જોડાશે. તૌફીક કુરેશી સાહેબ, તેમના પુત્ર અને અન્ય કલાકારો પણ તેમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય બેન્ડનું નામ 'ધ વાયોલિન્સ ઑફ ધ વર્લ્ડ' છે, જેમાં ફલેમેન્કો ગિટાર, ચાઇનીઝ વાયોલિન, મોંગોલિયન સેલો અને સારંગી જેવા વાદ્યોનો સંગમ જોવા મળશે. ત્યારબાદ ૨૮ નવેમ્બરે પુણેમાં, ૩૦ નવેમ્બરે મુંબઈના બાંદ્રામાં અને ૧ ડિસેમ્બરે અમદાવાદમાં કાર્યક્રમ યોજાશે. અમદાવાદના આશિયાના ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે.
સાબીર ખાન સારંગી વગાડવાની સાથે સારા ગાયક પણ છે. તેઓ કહે છે, ગાયન તાલીમનો એક ખાસ ઇતિહાસ છે. અમારા પરિવારમાં શરૂઆતથી જ ગાયનનું મહત્વ રહ્યું છે. નાસિર ખાન સાહેબ, મારા કાકા, મારા વડીલો અને ઉસ્તાદ ગુલાબ ખાન સાહેબે અમને હંમેશાં એક વાત શીખવી છે. જ્યારે પણ કોઈને સંગીત શીખવવામાં આવે ત્યારે સૌથી પહેલાં હાર્મોનિયમ પર ગાયનની તાલીમ આપવામાં આવે છે. પહેલાં હાર્મોનિયમ વગાડો, ગાવાનું શીખો અને તમારા સૂરને કાનમાં ઉતારો. સૌપ્રથમ સરગમ મોઢે યાદ કરો, પલટા મોઢે યાદ કરો અને ત્યારબાદ એ જ સ્વરોને વાદ્ય પર ઉતારો. આ રીતે ગાયનની તાલીમ મળવાથી સ્વરોની સમજ વિકસે છે. એટલે સારંગી વગાડતી વખતે પણ ગાયકીનો ભાવ આપોઆપ પ્રગટ થાય છે. આ ઉપરાંત હું પોતે કમ્પોઝર પણ છું. તાજેતરમાં જ ૧૮ તારીખે મારું એક મોટું ગીત રિલીઝ થવાનું છે, જેનું નામ છે 'યે રાત ખાસ હૈ'.
આજની પેઢીને સંબોધીને સાબીર ખાને જણાવ્યું કે, હું તેમને એક જ વાત કહીશ કે સંગીત શીખવા માટે સમય આપવો ખૂબ જરૂરી છે. આજકાલ મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાને કારણે આપણો મોટાભાગનો સમય તેમાં જ પસાર થઈ જાય છે. હું પોતે પણ મોબાઇલનો બહુ ઓછો ઉપયોગ કરું છું. કારણ કે જેટલો સમય મોબાઇલમાં આપીએ છીએ, એટલો સમય જો રિયાઝમાં આપીએ તો આપણી કળાનો વિકાસ થઈ શકે છે. એટલે મારી યુવા પેઢીને વિનંતી છે કે સૌથી પહેલાં સંગીતને સાંભળવાનું શરૂ કરો. તમે જેટલું સાંભળશો, એટલું જ સંગીતને સમજી શકશો અને તેનો આનંદ માણી શકશો. સંગીતની સુગંધ પહેલાં અનુભવવી પડે છે. જેમ કોઈ વાનગીની સુગંધ આવે ત્યારે જ તેને ખાવાની ઇચ્છા થાય છે, એવી જ રીતે સંગીતની મીઠાશનો અનુભવ કર્યા પછી જ તેના પ્રત્યે સાચો પ્રેમ જન્મે છે. આજે શાષીય સંગીતના કાર્યક્રમો માટે આયોજકો અને સ્પોન્સર્સની સંખ્યા ઘટી રહી છે. તેના કારણે શાષીય સંગીતના કાર્યક્રમો પણ ઓછા થઈ રહ્યા છે. હું તમામ ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ અને સ્પોન્સર્સને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે જ્યારે પણ તમારી પાસે કોઈ શાષીય સંગીતના કાર્યક્રમનો પ્રસ્તાવ આવે, ત્યારે તેને શક્ય એટલો સહયોગ આપો. ભગવાને આપણને ઘણું આપ્યું છે. આપણે સમાજ માટે, કલા માટે અને સંસ્કૃતિ માટે પણ કંઈક કરવું જોઈએ. મોટા ઉદ્યોગપતિઓ માટે થોડો આર્થિક સહયોગ આપવો મુશ્કેલ નથી પરંતુ એ સહયોગ કોઈ કલાકાર અને સંગીતની પરંપરાને જીવંત રાખવામાં ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. શાષીય સંગીતનું મૂલ્ય પણ ક્યારેય ઓછું થવાનું નથી. તેને માત્ર યોગ્ય પ્રોત્સાહન અને સહયોગની જરૂર છે.
(ઉલ્લેખનીય છે કે ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ જ્યારે રાજકોટ આવેલા ત્યારે પ્રશાંત બક્ષીએ તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો અને હવે તેમના પુત્ર ઉસ્તાદ સાબીર ખાનનો ઇન્ટરવ્યુ પણ તેમણેજ લીધો. આ વાત જાણી સાબીર ખાને અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.)
(3:22 PM IST)










