તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
રાજકોટ કુવાડવા રોડ પોલીસે વેન્યુ અને સ્કોડા કારમાંથી રૂ. ૬ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા:બે ફરાર
ડીસીપી હેતલ પટેલ તથા એસીપી વી.બી.જાડેજાની સૂચના મુજબ પીઆઇ એ. એન. જાની, પીએસઆઈ એમ.આર.મકવાણાની ટીમનો દરોડો: ભાવેશભાઈ મુળુભાઈ મકવાણા, કુશલભાઈ શાંડીલ્યકુમાર જોષી તથા જયદીપભાઈ ગોપાલભાઈ ધોળકીયાની બાતમી

રાજકોટ: શહેરમાં દારૂબંધીની કડક અમલવારી કરવા મળેલી સૂચના અંતર્ગત કુવાડવા રોડ પોલીસે ૬ લાખથી વધુનો દારૂ ભરેલી બે કાર સાથે બે શખ્સને પકડી ૧૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બે શખ્સ ભાગી જતાં શોધખોળ થઈ રહી છે.
જાણવા મળ્યા મુજબ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ (ઝોન-૧) તથા એસીપી વી.બી.જાડેજા (ઉત્તર વિભાગ) દ્વારા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.જાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ એમ. આર. મકવાણા તથા સર્વેલન્સ સ્કોડના માણસો વિસ્તારમાં હતા ત્યારે કોન્સ. ભાવેશભાઈ મુળુભાઈ મકવાણા, કુશલભાઈ શાંડીલ્યકુમાર જોષી તથા જયદીપભાઈ ગોપાલભાઈ ધોળકીયાને સંયુક્ત હકિકત મળેલી કે ગુંદા ગામના પાટીયાથી ગુંદા ગામ તરફ જતા રોડ પર એક સફેદ કલરની હ્યુન્ડાઈ વેન્યુ ફોર વ્હીલ નં. GJ-03-LG-5565 પસાર થવાની છે. જે હકિકત આધારે પોલીસે વોચ ગોઠવી આ કારને પકડી પાડી હતી. કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા ઇસમોની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ભરી આપનાર શખ્સના કબજાવાળી સિલ્વર કલરની સ્કોડા કુશાક કાર નં. GJ-13-CD-5554 પણ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે રફાળા ગામથી ફાળદંગ ગામ તરફ જતા રોડ પરથી પસાર થઈ રહી છે, તેના આધારે પોલીસે આ બીજી કાર પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરોડામાં પોલીસે જયરાજ ધીરૂભાઈ વાળા-(ઉ.વ.૨૧, રહે. ફાળદંગ ગામ, તા.જી. રાજકોટ) અને વત્સલ જીતુભાઈ વેકરીયા (ઉ.વ.૨૧, રહે. કોઠારીયા મેઇન રોડ, નંદા હોલની પાસે, ન્યુ કેદાર સોસાયટી મેઇન રોડ, રાજકોટ)ને પકડી લીધા છે. જ્યારે શીવરાજ ધીરૂભાઈ વાળા (રહે. ફાળદંગ ગામ, તા.જી. રાજકોટ - ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર) અને રીકેશ બરવાડીયા (રહે. ફાળદંગ ગામ, તા.જી. રાજકોટ) ભાગી જતાં શોધખોળ થઈ રહી છે.
પોલીસે ઓલ્ડ હેબીટ વ્હીસ્કી (ચપલા નંગ ૨૧૬૦ રૂ. ૫,૩૩,૫૨૦, ગ્રે વુલ્ફ જામુન-મિન્ટ વોડકા ચપલા નંગ ૪૨૫ રૂ. ૩૪,૦૦૦, ગ્રાન્ડ પાર્ટી પ્રીમિયમ વોડકા ચપલા નંગ ૧૬૨ રૂ. ૨૪,૦૦, અંકલ ટોમ મિન્ટ & જામુન ફ્લેવર્ડ વોડકા બોટલો નંગ ૫૬ રૂ. ૧૪,૫૫૦, હ્યુન્ડાઈ વેન્યુ કાર GJ-03-LG-5565 રૂ. ૫,૦૦,૦૦૦ તથાસ્કોડા કુશાક કાર GJ-13-CD-5554 રૂ. ૫,૦૦,૦૦૦ની, ચાર મોબાઈલ ફોન મળી કિંમત રૂ. ૬,૦૬,૦૭૦નો દારૂ તથા અન્ય વાહનો મોબાઇલ મળી કુલ કી.રૂ. ૧૮,૦૬,૦૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એન.જાની, પીએસઆઈ એમ.આર.મકવાણા, એએસઆઈ ખોડુભા જાડેજા, તથા કોન્સ. કુશલભાઈ જોષી, જયદીપભાઈ ધોળકીયા, ભાવેશભાઈ મકવાણા, અરવિંદસિંહ ગોહિલ, મેહુલસિંહ ચુડાસમા, પિન્ટુભાઈ હીરપરા તથા ભરતભાઈ ઘેડ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
(8:58 PM IST)










