તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
રાજકોટ મહાનગરને મેયર તરીકે એક તપસ્વી, તેજસ્વી અને યશસ્વી યુવાન પ્રાપ્ત થયો છેઃ માંધાતાસિંહજી જાડેજા

રાજકોટઃ જીવનના લયને સેવાનાં વલય સાથે અનુબંધિત કરીને જાહેર જીવનમાં નિષ્કામ ભાવે કાર્યરત એવાં ડૉ. નેહલ ચીમનભાઈ શુક્લની રાજકોટ મહાનગર પાલિકાના મેયર તરીકે થયેલી વરણીને રાજકોટ રાજ પરિવાર વતી આવકારતાં ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શિર્ષ નેતળત્વ દ્વારા પ્રકળતિનાં પ્રત્યેક તત્વો અને માનવ સંવેદનાઓની અત્યંત તોહપૂર્વક સમજણ ધરાવતા ડૉ. નેહલ શુક્લની વરણી કરીને દશોદિશાએથી રાજકોટ મહાનગરનો વિકાસ કરવા માટેનાં દ્વાર ખોલી આપ્યાં છે.
સતત કાર્યશીલ અને સંબંધોને ધબકતાં રાખનારા મૂલ્યનિષ્ઠ ઉત્સાહી યુવાનને રાજકોટનાં પ્રથમ નાગરિક તરીકે જ્યારે ઉત્તરદાયિત્વ સોંપવામાં આવ્યું ત્યારે પદભાર સંભાળતાની સાથે જ જગત જનની માઁ આશાપુરા તથા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવનાં ચરણોમાં શીશ ઝુકાવી દિવ્ય શક્તિનાં આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આધ્યાત્મિક ચેતનાનું દર્શન કરાવનાર ડૉ. નેહલ શુક્લ રાજસત્તા ઉપર ધર્મદંડની વિભાવના ઉજાગર કરનારાં સિદ્ધ થયાં છે. તપસ્વી, તેજસ્વી અને યશસ્વી યુવાન પ્રાપ્ત થયો છે તેનો અત્યંત રાજીપો છે. તેમ ઠાકોર સાહેબે જણાવ્યુ હતુ.
રાજકોટ મહાનગરપાલિકામાં છોંતેર દિવસના વહીવટી શાસન બાદ પુનઃ લોકશાહી શાસન વ્યવસ્થાનો આરંભ થઇ રહ્યો છે ત્યારે મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર સુશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઇ ખીમાણિયા અને દંડક સંજય સિંહ રાણાની બનેલી યુવા ટીમ રાજકોટ શહેરના સર્વાંગીણ વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને રાજકોટીયન્સના સ્વપ્નોને સાકાર કરશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
(3:22 PM IST)










