<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

રાજકોટ મનપા ચૂંટણી પ્રચારમાં ગરમાવો : ગુરૂવારે ડેપ્‍યુટી CM હર્ષ સંઘવીનો ભવ્‍ય રોડ-શો

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્‍યારે પક્ષના પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ગુજરાતના રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી આગામી ૨૩ એપ્રિલે રાજકોટ શહેરની વિશેષ મુલાકાત લેશે.

આગામી ૨૩મી એપ્રિલ અને ગુરુવારના રોજ સાંજે શહેરના મુખ્‍ય બજાર વિસ્‍તારમાં શ્રી હર્ષ સંઘવીનો એક ભવ્‍ય રોડ-શો યોજાવા જઈ રહ્યો છે. આ મેગા રોડ-શો દ્વારા તેઓ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં જનતા સાથે સીધો સંપર્ક સાધશે.

પ્રાપ્‍ત વિગતો અનુસાર, આ ભવ્‍ય રોડ-શોમાં બહોળી સંખ્‍યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડશે તેવી શક્‍યતા સેવાઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે, આગામી ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા અત્‍યારે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રોડ-શો, જનસભાઓ તેમજ ડોર-ટુ-ડોર કેમ્‍પેઇનનો સમાવેશ થાય છે. ત્‍યારે ગુરુવારે સાંજે યોજાનાર ગૃહ રાજ્‍યમંત્રીનો આ રોડ-શો શહેરના રાજકીય માહોલ અને ચૂંટણી પ્રચાર માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

(2:53 PM IST)