<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાજકોટ મનપાનું ૫૧.૧૮% મતદાન નોંધાયું: કાલે ફેંસલો

૨૦૧૫માં કાંટે કી ટક્કર, ૨૦૨૧માં પુનરાવર્તન અને ૨૦૨૬માં અંડર કરંટથી ક્રોસ વોટિંગનો ભાજપને ભય : ૫૫.૮૭% પુરુષ અને ૪૬.૧૫% મહિલાઓએ મતદાન કર્યું: સૌથી વધુ મતદાન વોર્ડ નંબર ૧૫માં ૬૮.૩૯ ટકાઃ સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર ૧માં ૪૩.૧૨ ટકા નોંધાયું

રાજકોટ તા.૨૭: મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે ૧.૦૮ લાખ મતદારો ઘટતા કુલ ૯.૮૫ લાખ પૈકી ૫,૦૪,૫૯૯ મતદારોએ ૧૮ વોર્ડ માટે ૭૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાન કરતા ૫૧.૧૮ ટકા મતદાન નોંધાયેલ.

ઉલ્લેખનીય છે કે આ વખતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મતદારોમાં અંડર કરંટ જોવા મળી રહ્યો છે, જેનો ભય સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે. કારણ કે રાજકોટ સહીત અનેક જગ્‍યાએ ઉમેદવારોની જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પર આજે  મતદાન યોજાયું હતું. કૂલ ૨૩૬ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. રાજકોટમાં  ગરમીનો પારો ૪૪.૪ ડિગ્રીએ પહોંચતા તેની અસર મતદારો પર પડી છે. નેતાઓના ધાર્યા કરતા ઓછું મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. આગામી ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરાશે.

રાજકોટ મહાનગરપાલિકાનું ૧૮ વોર્ડમાં કુલ  ૫૧.૧૮% મતદાન નોંધાયું છે,.જેમાં ૨,૮૪,૯૮૭(૫૫.૮૭%) પુરુષ અને ૨,૧૯,૬૧૨(૪૬.૧૫%) મહિલાઓએ મતદાન કર્યું છે. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર ૧૫માં ૨૭,૮૯૬ (૬૮.૩૯%), જ્‍યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર ૧માં ૨૮,૯૭૦(૪૩.૧૨%) નોંધાયું છે. 

કયા વોર્ડમાં કેટલુ મતદાન થયુ

વોર્ડ નંબર   મતદાન

૧           ૪૩.૧૨%

ર           ૪૯.૩૬%

૩           ૪૯.૦૮%

૪           ૬૪.૭૨%

૫           ૫૯.૪૧%

૬           ૫૯%

૭           ૪૮.૪૭%

૮           ૪૮.૩%

૯           ૪૪.૨૬%

૧૦          ૪૭.૪૬%

૧૧          ૪૭.૧૬%

૧૨          ૫૨.૨૩%

૧૩          ૪૯.૨૮%

૧૪          ૫૨.૫૩%

૧૫          ૬૮.૩૯%

૧૬          ૫૬.૦૭%

૧૭          ૫૦.૩૮%

૧૮          ૪૬.૫૫%

    કુલ        ૫૧.૧%

(10:57 AM IST)