News of Tuesday, 15th September 2026
રાજકોટ નેપાળી સમાજ ફાઉન્ડેશનની ટીમ નેપાળ ખાતે મદદ માટે પહોંચી
પ્રમુખ સંજયરાજ કારકી સાથે કાર્યકરો જોડાયા

રાજકોટઃ નેપાળમાં આવેલા ભયાનક પૂરને કારણે ભારે તબાહી સર્જાઇ ગઇ છે. આ સમયે રાજકોટમાં સ્થાયી થયેલા નેપાળી સમાજના લોકો પોતાના વતનના લોકોની મદદ માટે રાજકોટથી રવાના થયા છે. નેપાળી સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ સંજયરાજ કારકી અને તેમની ટીમ ખાસ બસ મારફતે જરૂરી સહાયની સામગ્રી સાથે નેપાળ જવા રવાના થયા છે. તેમને અન્ય સેવાભાવી લોકો તરફથી પણ સહાય મળી રહી છે. જે નેપાળી સમાજના લોકોની મદદ માટે વાપરવામાં આવશે તેમ જણાવાયું છે. પ્રમુખ સંજયરાજ કારકી સિવિલ હોસ્પિટલમાં પણ સતત સેવાકીય પ્રવૃતિ કરતાં રહે છે.
(2:56 PM IST)










