<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

રાજકોટ ઓબસ્‍ટ્રેક એન્‍ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા એચ.પી.વી. રસીકરણ વિશે સેમીનાર યોજાયો

સમાજ માટે સતત કાર્યરત મહિલા પોલીસ કર્મચારીઓ માટે : પ્રમુખ ડો. દર્શનાબેન પંડયા અને તેમની ટીમ દ્વારા સર્વાઇકલ કેન્‍સર માટે પેપ સ્‍મીયર ટેસ્‍ટ તથા બ્રેસ્‍ટ કેન્‍સર વિશે સમજણ સાથે મેમોગ્રાફી ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

રાજકોટ, તા. ૨૩: રાજકોટ ઓબસ્‍ટ્રેટીક એન્‍ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સમાજ માટે સતત કાર્યરત મહિલા પોલીસ કર્મચારીઓ માટે સર્વાઈકલ કેન્‍સરની વેક્‍સીનેશન, બ્રેસ્‍ટ કેન્‍સર વિશે જાગળત્તિ માટેનો ખાસ સેમીનાર રાખવામાં આવ્‍યો જેમાં રાજકોટ પોલીસ તંત્ર અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના સહયોગથી એચ.પી.વી. વેક્‍સીનેશન વિશે વિસ્‍તળત માર્ગદર્શન આપવામાં આવ્‍યુ એમ રાજકોટ ઓબસ્‍ટ્રેટીક એન્‍ડ ગાયનેકોલોજી સોસાયટી પ્રમુખ જાણીતાસ્ત્રી રોગ નિષ્‍ણાત ડૉ. દર્શનાબેન પંડયા અને સેક્રેટરી તરીકે ડૉ. ફોરમ તન્નાની એક સંયુક્‍ત યાદીમાં જણાવવામાં આવ્‍યુ છે. સેમીનાર સાથે સર્વાઈકલ કેન્‍સર માટેના પેપ સ્‍મીયર ટેસ્‍ટ અને બ્રેસ્‍ટ કેન્‍સરના નિદાન માટેના મેમોગ્રાફી ટેસ્‍ટ વિનામુલ્‍યે કરી આપવામાં આવ્‍યા હતાં.

રાજકોટના ડી.સી.પી. હેતલબેન પટેલે આ સેમીનારના આયોજન વિશે વાત કરતાં કહ્યું હતું કે, મહિલાઓ માટે સર્વાઈકલ કેન્‍સરથી બચવા માટે એચ.પી.વી. રસીકરણ બહુ મહત્‍વનું છે, વડાપ્રધાન દ્વારા પણ આ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગ રૂપે રાજકોટના પોલીસ કમિશનર શ્રી બ્રિઝેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ રાજકોટના મહિલા પોલીસ કર્મચારીઓ માટે ખાસ સેમીનાર રાખવામાં આવ્‍યો છે. રાજકોટ ઓબસ્‍ટેટીક અને ગાયનેકોલોજી સોસાયટી તથા પી.ડી.યુ. મેડિકલ કોલેજના સહયોગથી આ સેમીનાર સાથે સર્વાઈકલ કેન્‍સરના નિદાન માટેના પેપ સ્‍મીયર ટેસ્‍ટ અને બ્રેસ્‍ટ કેન્‍સરના નિદાન માટેના મેમોગ્રાફી ટેસ્‍ટ પણ કરવામાં આવ્‍યા છે. તેમણે આ તકે જણાવ્‍યું હતું કે, દરેકસ્ત્રીઓએ દર વરસે નિયમીત ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ. ગર્ભાશયના મુખમાં કયારે કેન્‍સરના સેલ આવી જાય એ નક્કી ન હોય એટલે દર વરસે નિયમીત ચેકઅપ કરાવતા રહીએ તો વહેલા નિદાન - સારવાર કરાવી શકાય છે. તેમણે વધુમાં કહુયં હતું કે, અમારા મહિલા પોલીસ કર્મચારીઓ પરિવારની જવાબદારી સાથે શહેરની સુરક્ષા માટે સતત દોડતા રહેતા હોય છે. તેમની તંદુરસ્‍તી જળવાઈ રહે, કોઈ ગંભીર રોગમાં સપડાય ને પરેશાન ના થાય એ માટે અમો આ રીતે ચેકઅપ અને આરોગ્‍ય બાબતે જાગળત્તિના કાર્યક્રમો રાખીએ છીએ. આજે સર્વાઈકલ કેન્‍સર અને બ્રેસ્‍ટ કેન્‍સર જેવી મહિલાઓ માટે ખૂબ ગંભીર એવી બિમારી વિશે ખાસ સેમીનાર રાખી મહિલા કર્મચારીઓને જાગળત કર્યા છે.

 રાજકોટ ઓબસ્‍ટેટીક એન્‍ડ ગાયનેકોલોજી સોસાયટીના પ્રમુખ ડૉ. દર્શનાબેન પંડયાએ જણાવ્‍યુ હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અપીલ સાથે ગાયનેકોલોજીસ્‍ટ તબીબોના રાષ્‍ટ્રીય સંગઠન ફોગસી દ્વારા મહિલાઓમાં સર્વાઈકલ કેન્‍સર બાબત જાગળત્તિ આવે અને બચવા માટે એચ.પી.વી. વેક્‍સીનેશન પ્રોગ્રામનો લાભ સમાજના બહોળા વર્ગને મળે એ માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ પોલીસ તંત્રના સહયોગથી તાજેતરમાં રાજકોટ શહેરના મહિલા પોલીસ કર્મચારીઓ માટે એક વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.

આ સેમીનારમાં એચ.પી.વી. વેક્‍સીનેશન સાથે બ્રેસ્‍ટ કેન્‍સર વિશે પણ માહિતગાર કરવામાં આવ્‍યા હતાં. મહિલાઓ ખુદ પોતાની જાતે સ્‍તનની કઈ રીતે તપાસ કરી બ્રેસ્‍ટ કેન્‍સર વિશે જાણકારી મેળવી શકે એ વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું.

ડૉ. દર્શનાબેન પંડયાએ જણાવ્‍યું હતું કે, દર આઠ મિનિટે સર્વાઈકલ કેન્‍સર (ગર્ભાશયના મુખના કેન્‍સર)ના કારણે એકસ્ત્રી મળત્‍યુ પામે છે ત્‍યારે આનાથી બચવા દરેક મહિલાએ એચ.પી.વી. (હ્યુમન પેપીલોમા વાયરસ)ની રસી ખાસ લેવી જોઈએ. સરકાર દ્વારા પણ મહિલાઓ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેનો લાભ દરેક વર્ગના મહિલાઓએ લેવો જોઈએ. મુખ્‍ય પાંચ પ્રકારના કેન્‍સર મહિલાઓના પ્રજનન અંગોને પ્રભાવિત કરે છે, જેમાં સર્વાઈકલ કેન્‍સરનો સમાવેશ થાય છે, તેમાં ગર્ભાશયની નીચે આવેલા હિસ્‍સા, ગર્ભાશયના મુખની માંસપેશીઓમાં થાય છે, ગર્ભાશયના મુખની દિવાલના કોષોમાં અસામાન્‍ય વળધ્‍ધિ થવાને કારણે આ કેન્‍સર થાય છે.

ભારતીય મહિલાઓમાં થતાં કેન્‍સરમાં સર્વાઈકલ કેન્‍સર બીજા નંબરે જ્‍યારે વિશ્વમાં ચોથા ક્રમે છે. મોટાભાગે ૩૦ વર્ષથી વધુ વયના મહિલામાં આ કેન્‍સર જોવા મળે છે. એક અભ્‍યાસ પ્રમાણે ભારતમાં ૧૫ વર્ષથી મોટી વયની લગભગ એકાવન કરોડસ્ત્રીઓના સર્વાઈકલ કેન્‍સર થવાનુ જોખમ છે ત્‍યારે રસીકરણ દ્વારા આ કેન્‍સર સામે રક્ષણ મેળવી સર્વાઈકલ કેન્‍સરમાથી બચી શકાય છે.

 સર્વાઈકલ કેન્‍સરના કારણે ગર્ભાશયના અન્‍ય કેન્‍સરો થવાનુ જોખમ વધી જાય છે. જાતીય સમાગમ પછી યોનીમાંથી રક્‍તષાાવ થવો એ પ્રાથમીક લક્ષણ છે.

સર્વાઈકલ કેન્‍સરથી બચવા એચ.પી.વી. રસી લઈ લેવા સાથે નિયમીત પણે એચ.પી.વી. ટેસ્‍ટ અને પેપ ટેસ્‍ટ કરાવતા રહેવો જોઈએ. ૨૫ થી ૬૫ વર્ષની વય જુથના દરેક મહિલાઓએ પેપ ટેસ્‍ટ કરાવી જ લેવો જોઈએ. રસીકરણ વિશે માહિતી આપતાં કહ્યું કે ૯ થી ૧૪ વર્ષની વય જુથમાં છ મહિનાના અંતરાલે બે ડોઝ ક્‍વોડ્રિપેલેન્‍ટ એચ.પી.વી. રસી જ્‍યારે ૧૫ વર્ષ કે તેથી મોટી ઉંમરના મહિલાઓને ત્રણ ડોઝમાં રસી આપવામાં આવે છે. નાની ઉંમરે રસીકરણ કરાવવાથી જે તેસ્ત્રી એચ.પી.વી. સંબંધીત કેન્‍સર સામે વહેલાં રક્ષણ મેળવી શકે છે.

આ સેમીનારમાં ડૉ. દર્શનાબેન પંડયાએ એચ.પી.વી. વેક્‍સીન અને તેના ડોઝ વિશે, ડૉ. લતા જેઠવાણીએ પેપ ટેસ્‍ટમાં અદ્યતન શોધ વિશે, ડૉ. રાધીકા જાવીયાએ કેરવીક્‍સ વિશે, ડૉ. અશ્વીની જસાણીએ સેલ્‍ફ બ્રેસ્‍ટ એકઝામીનેશન વિશે માર્ગદર્શન આપ્‍યુ હતું.સ્ત્રીઓમાં બ્રેસ્‍ટ કેન્‍સરનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધ્‍યુ છે ત્‍યારે નિષ્‍ણાત તબીબો દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓને સ્‍તન કેન્‍સર વિશે વિસ્‍તળત માહિતી આપવામાં આવી હતી. મહિલા પોતે પોતાની રીતે રેગ્‍યુલસ સ્‍તનની તપાસ કઈ રીતે કરવી જોઈએ એ બાબત તજજ્ઞોએ માર્ગદર્શન આપ્‍યુ હતું. ૫૦થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓના પેપ સ્‍મીમર ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. ડી.સી.પી. હેતલબેન પટેલના માર્ગદર્શન હેઠળ ૧૫૦ થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓએ સેમીનારમાં ભાગ લીધો હતો. સેમીનારમાં બ્રેસ્‍ટ સેલ્‍ફ એકઝામીનેશન કરાવી જરૂરીયાતવાળા મહિલાઓને મેમોગ્રાફી ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.

આ સેમીનારમાં ડૉ. દર્શના પંડયા, ડૉ. શૈલી મોદી, ડૉ. કિંજલ કાનાણી, ડૉ. કળપાલી ભાલારા, ડૉ. લતા જેઠવાણી, ડૉ. મોનાલી માકડીયા, ડૉ. ગૌરવી ધ્રુવા, ડૉ. શ્વેતા મહેતા, ડૉ. બીના ભટ્ટ, ડૉ. અશ્વીની જસાણી, ડૉ. રાધીકા જાવીયા, ડૉ. ફોરમ તન્ના, ડૉ. નિલય ત્રિવેદી, ડૉ. શૈલી ગજેરા, ડૉ. કમલ ગોસ્‍વામી, ડૉ. નિરજ જાદવ, ડૉ. જીજ્ઞા ગણાત્રા, ડૉ. રુંજન જૈન દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓને યોગ્‍ય માહિતી આપવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમીશનર બ્રિઝેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળડી.સી.પી. હેતલબેન પટેલ અને તેમની ટીમ તથા પી.ડી.યુ. મેડિકલ કોલેજનો સારો સહયોગ મળ્‍યો હતો.

આ સેમીનારના આયોજન માટે રાજકોટ ઓબસ્‍ટ્રેટીક એન્‍ડ ગાયનેક સોસાયટીના પ્રમુખ ડૉ. દર્શનાબેન પંડયા, સેક્રેટરી ડૉ. ફોરમ તન્ના, નેશનલ વાઈસ પ્રેસીડન્‍ટ ડૉ. નિરજ જાદવ, આઈ.પી.પી. ડૉ. જીજ્ઞા ગણાત્રા, પ્રેસીડન્‍ટ ઈલેક્‍ટ ડૉ. હેતલ મોઢા, ઉપપ્રમુખ ડૉ.રાધીકા જાવીયા, જોઈન્‍ટ સેક્રેટરી ડૉ. કિંજલ કાનાણી, ડૉ. જય પંડયા, ટ્રેઝરર ડૉ. પ્રકાશ પરમાર, એડીટર ડૉ. શ્વેતા ત્રિવેદી, એક્‍ઝીકયુટીવ કમીટીના ડૉ. પ્રકાશ મદાણી, ડૉ. નિલા રંગાણી, ડૉ. રૂંજુન જૈન, ડૉ. શૈલી ગજેરા, ડૉ. બ્રિન્‍દા બરચ્‍છા, ડૉ. અજય ચરણ, ડૉ. કળપાલી ભાલારા, ડૉ. શૈલી મોદી, કો.ઓપ્‍ટ. મેમ્‍બર ડૉ. બિના ભટ્ટ, ડૉ. હેતસ્‍વી કાકડીયા, સીનીયર ગાયનેકોલોજીસ્‍ટ ડૉ. કુંતલ જાડેજા, ડૉ. વર્ષા ધ્રુવ, ડૉ. ધીરેન તળાવીયા, ડૉ. મનિષા મોટેરીયા, ડૉ. હિના પોપટ, ડૉ. લતા જેઠવાણી, ડૉ. અમી મહેતા, ડૉ. સંજય દેસાઈ એડવાઈઝરી બોર્ડના ડૉ. સુધીર શાહ, ડૉ. કીર્તિ પટેલ, ડૉ. નીતા ઠક્કર, ડૉ. નિતીન લાલ, ડૉ. કમલ ગોસ્‍વામી અને ડૉ. કેતન ગોસાઈ સહિતના તબીબોની ટીમ કાર્યરત હતી.

રાજકોટ ઓબસ્‍ટ્રેટીક અને ગાયનેકોલોજી સોસાયટી દ્વારા રાજકોટ પોલીસ તંત્ર અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના સહયોગથી મહિલા પોલીસ કર્મચારીઓ માટે યોજાયેલ સેમીનારની તસવીરી ઝલક. ઈન્‍સેટ તસવીરમાં જમણે ઉપર પ્રમુખ ડૉ. દર્શનાબેન પંડયા અને નીચે સેક્રેટરી ડૉ. ફોરમ તન્ના નજરે પડે છે

(3:06 PM IST)