<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

કાલે રાજકોટ પોસ્‍ટલ કર્મચારીઓ દ્વારા ધરણા

(બી.એમ.ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૭: ગ્રામીણ ડાક સેવક પોસ્‍ટમેન એમટીએસ તેમજ પી-૩ પોસ્‍ટલ કર્મચારીઓના ધરણા કાર્યક્રમ યોજાયો છે.

 પોસ્‍ટલ કર્મચારીઓને અપાતા ટાર્ગેટ ખાનગીકરણ સામે ભારતીય પોસ્‍ટલ યુનિયન ના આદેશ અનુસાર રાજકોટ પોસ્‍ટલ કર્મચારીઓ  દ્વારા રાજકોટ હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હોય તમામ ગ્રામીણ ડાક સેવક કર્મચારીઓ પોસ્‍ટમેન પી-૩ તેમજ એમટીએસને ઉપસ્‍થિત રહેવા અપીલ કરતા   પી-૩ યુનિયન સેક્રેટરી  વિશાલભાઇ વી. ચાવડા  પોસ્‍ટમેન એમટીએસ યુનિયન સેક્રેટરી રામદેવભાઇ રામાવત તેમજ ગ્રામીણ ડાક સેવક યુનિયન સેક્રેટરી બીપીનભાઈ દવેની યાદીમા જણાવે છે.

(2:46 PM IST)