તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રાજકોટ પ્રધ્યુમનનગર પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો
વિરમાયા પ્લોટની મહિલા ઇલાબેન ડાંગરની ચોરીના ગુનામાં ધરપકડ: ૫૦ હજારના દાગીના કબ્જે : પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે.બી. રાણીન્ગાની ટીમની કામગીરી: તૌફિકભાઈ જુણાચ અને વિરેન્દ્રસિંહ પરમારની બાતમી

રાજકોટ: ચોરીના એક ગુનાનો ભેદ પ્ર. નગર પોલીસે ઉકેલી એક મહિલાની ધરપકડ કરી છે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચેતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ રાકેશ દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ શ્રી બી.જે.ચૌધરીએ મિલકત સંબંધી વણઉકેલ્યા ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચના આપી હતી. આ આદેશ અન્વયે પ્રધ્યુમનનગર પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તૌફીકભાઈ જુણાચ અને વિરેન્દ્રસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી ઈલાબેન મેરામભાઈ ડાંગર (રહે. વીરમાયા પ્લોટ, ગવલીવાડ, રાજકોટ) ને પકડી પાડી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલ મહિલા પાસેથી ચોરીમાં ગયેલ કુલ રૂ. ૫૦,૦૦૦નો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં રૂ. ૪૮,૫૦૦ની કિંમતની સોનાની બુટીની જોડ (વજન ૪.૩૭૦ ગ્રામ) અને રૂ. ૧,૫૦૦ની કિંમતનો સોનાનો દાણો સમાવિષ્ટ છે. આ સાથે પોલીસે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ૦૩૧૯/૨૦૨૬ અને BNS કલમ ૩૦૩(૨) હેઠળના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. હાલ પોલીસ દ્વારા મહિલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરી પોલીસ સબ ઈન્સપેક્ટર જે.બી. રાણીંગાની આગેવાનીમાં એ.એસ.આઈ. રવીભાઈ વાઘેલા, પો.હેડ.કોન્સ. જેંતીભાઈ વાવડીયા અને મયુરરાજસિંહ જાડેજા જોડાયા હતા. આ ઉપરાંત ટીમમાં પો.કોન્સ. રિયાઝભાઈ ભીપૌત્રા, વનરાજભાઈ બોરીચા, ચાપરાજભાઈ ખવડ, તૌફિકભાઈ જુણાચ, તૌફિકભાઈ મંઘરા, વિરેન્દ્રસિંહ ક્રિપાલસિંહ પરમાર અને વિશ્વજિતસિંહ ઝાલાએ કરી છે.
(8:10 PM IST)










