<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

રાજકોટ પ્રોપર્ટી કન્‍સલ્‍ટન્‍ટ એસો.નો ૧૧માં વર્ષમાં પ્રવેશ : નવી કમીટીની રચના : પ્રમુખ પદે વિજય જાની

ઉપપ્રમુખપદે પ્રકાશભાઇ શાહ અને સેક્રેટરી તરીકે કેતન મહેતાની વરણી

રાજકોટ તા. ૧૮ : રાજકોટ પ્રોપર્ટી કન્‍સલ્‍ટન્‍ટ એસોસિએશન દ્વારા ૧મેં ૨૦૨૬ સેમિનાર યોજાયો. જેમાં એસોસિએશન નાં ૧૧ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિતે ‘સ્‍નેહ મિલન' કાર્યક્રમ યોજાયો હતો. આ સ્‍નેહ મિલનમાં રાજકોટ તથા જામનગરનાં પ્રોપર્ટી કંસલ્‍ટન્‍ટ મિત્રો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં એસોસિએશનનાં સેક્રેટરી કેતન મહેતાએ ઉપસ્‍થિત દરેક મેમ્‍બર્સનું સ્‍વાગત અભિવાદન કરેલ. ત્‍યારબાદ કાર્યક્રમની શરૂઆત રાષ્‍ટ્રગાન કરી અને એસોસિએશનની પ્રતિજ્ઞા લેવડાવી પરિવાર ભાવના દર્શાવેલ હતી.

ત્‍યારબાદ ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કરી દરેક મેમ્‍બર્સને એસોસિએશનની ૨૦૧૬ થી ૨૦૨૬ સુધીની સફળ યાત્રા તથા નવી કમીટી વિશે માહિતગાર કરેલ.

આ તકે નવી કમીટીની રચના કરવામાં આવતા ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે પ્રમુખ વિજયભાઈ જાની, ઉપ પ્રમુખ પ્રકાશભાઈ શાહ, સેક્રેટરી કેતન મહેતા, ટ્રેઝરર નીરજ ખંભાતી, જોઈન્‍ટ સેક્રેટરી માધવ માલવિયા અને કમીટી મેમ્‍બર્સમાં અર્પિત શાહ, જસ્‍મીન શેઠ, મુંજાલ ચૌહાણ, શૈલેષ શાહ, અતુલ સુરાણી, ચેતન વિઠલાણીની વરણી જાહેર કરવામાં આવી હતી.

ત્‍યારબાદ એસોસિએશનના ૧૧ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિતે હાજર દરેક મેમ્‍બર્સને મીઠુ મોઢું કરાવાયુ હતુ. એસોસિએશનનાં સિનિયર મેમ્‍બર્સ તથા કમીટી મેમ્‍બર્સએ સાથે મળી દરેક મેમ્‍બર્સનું મોમેન્‍ટો આપી સન્‍માન કરેલ હતું.

નવા નિમાયેલા પ્રમુખ વિજય જાનીએ નવા વર્ષનું પ્‍લાનિંગ અને એસોસિએશનને આગળ લાવવા માટેનાં સૂચનો જણાવેલ અને ઉપસ્‍થિત દરેક મેમ્‍બર્સનો આભાર વ્‍યક્‍ત કરેલ.

અંત માં સેક્રેટરી કેતન મહેતાએ આભારવિધિમાં જણાવેલ કે, રાજકોટ પ્રોપર્ટી કન્‍સલ્‍ટન્‍ટ એસોસિએશનના મેમ્‍બર્સ એ બ્રોકર નથી પરંતુ પ્રોપર્ટી કનસલ્‍ટન્‍ટ છે.  સમયે - સમયે અપડેટ થઇ ને આગળ વધતા રહેશે. ટ્રસ્‍ટ બિલ્‍ડ કરશે અને આવનારા સમયમાં નવી ઊંચાઈઓ સર કરશે.

(3:25 PM IST)