તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
રાજકોટ રેલવે ડિવિઝનની સુરક્ષા કામગીરી: ઓગસ્ટ મહિનામાં 28 મુસાફરોને લાખોનો સામાન પરત કરાયો
'સેવા હી સંકલ્પ' અભિયાન અંતર્ગત આરપીએફે ઓપરેશન અમાનત અને નાન્હે ફ્રિશ્તે હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરી અટકાયતો હાથ ધરી

રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા “સેવા હી સંકલ્પ” અભિયાન અંતર્ગત ગગત ઓગસ્ટ ૨૦૨૬ ના મહિનામાં મુસાફરોની સુરક્ષા, જનજાગૃતિ અને સહાયતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને કુલ ૨૮ મુસાફરોને અંદાજે ₹૨.૫૯ લાખથી વધુનો ખોવાયેલો સામાન સુરક્ષિત રીતે પરત અપાવ્યો હતો.
આ અભિયાનની વિસ્તૃત વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન આરપીએફે વિવિધ ઝુંબેશો ચલાવી હતી, જેમાં “ઓપરેશન અમાનત” હેઠળ ૨૮ મુસાફરોના સામાનની પુનઃપ્રાપ્તિ ઉપરાંત “ઓપરેશન નાન્હે ફ્રિશ્તે” અને “ઓપરેશન ડિગ્નિટિ” હેઠળ વિખૂટા પડેલા બાળકો તેમજ અંદાજે ૦૫ જેટલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે કુશળતાપૂર્વક મિલન કરાવવામાં આવ્યું હતું.
રેલવે વ્યવહારમાં અડચણરૂપ બનતી અનાધિકૃત પ્રવૃત્તિઓ પર સખત નજર રાખતા “ઓપરેશન સમય પાલન” અને “ઓપરેશન રેલ સુરક્ષા” અંતર્ગત ચેઇન પુલિંગના ૨૮ કેસમાં ૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રેલવે સંપત્તિ ચોરીના મામલામાં પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સફળ કામગીરીની પૃષ્ઠભૂમિ અને આગામી આયોજન અંગે વાત કરતા ડિવિઝનલ રેલ પ્રબંધક શ્રી ગિરીરાજ કુમાર મીનાએ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી, અને આગામી દિવસોમાં પણ મુસાફરોની સુગમ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે આવી સઘન જાગૃતિ તેમજ સુરક્ષા ઝુંબેશો સતત ચાલુ રાખવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(2:43 PM IST)










