તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
લાલપુરના ખુનના ગુન્હામાં ૧૧ વર્ષથી વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો
રાજકોટ જેલમાં પેરોલ ઉપરથી છુટયા બાદ ૧૧ વર્ષથી ફરાર આજીવન કેદના આરોપીને રેન્જની ટીમે તામીલનાડુમાંથી દબોચી લીધો

રાજકોટ, તા. રપઃ લાલપુરના મર્ડરના ગુન્હામાં ૧૧ વર્ષથી ફરાર અને જેલમાંથી પેરોલ ફર્લો રજા મેળવી ૧૧ વર્ષથી ફરાર આરોપીને તામીલનાડુી રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.પટેલ ના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સબ.ઇન્સ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કાસમભાઇ બ્લોચને મળેલ હકિકત આધારે જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૪૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ-૩૦૨ વિ. ના કામે છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપી રાહુલ જેકરઅલી શેખ રહે. મુળ ગામ-નાઝીરપુર, જી.નાદીયા રાજય પヘીમ બંગાળ નાઓને હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ લાલપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. તેમજ સ્ટાફના નરેન્દ્રસિહ રાઠોડને મળેલ હકિકત આધારે રાજકોટ મધ્યસ્થ જેલના ફર્લો જમ્પ પાકા કામના કેદી તામીલમણી ઉર્ફે તાવમણી સ્વામીનાથન ઉવ.૪૭ રહે.૨/૪૪૬ સાઉથ કોલોની ગામ-સાંલમદેવી, જી.અરીયાલુર રાજય તામીલનાડુ નાઓ ગઇ તા.૭/૮/૨૦૧૫ થી ફર્લો જમ્પ કરી છેલ્લા ૧૧ વર્ષથી ફરાર રહેલ હોય તેવા કેદીને ટી-પાઝુર પોલીસ સ્ટેશન તામીલનાડુ ખાતેથી પકડી પાડી જરૂરી કાગળની કાર્યવાહી કરી રાજકોટ ખાતે લાવી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી રાજકોટ રેન્જની ટીમના સંદિપસિહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, ડ્રા.ધર્મેન્દ્રસિહ જાડેજા ટેકનીકલ સ્ટાફ બળદેવસિહ સોલંકી, નરેન્દ્રસિહ રાઠોડ, બલદેવસીંગ વિરદી તથા આશાબેન પટેલ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(3:45 PM IST)










