તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ચોટીલા દોઢ કરોડના દારૂ પ્રકરણમાં વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો
આરોપી બધા શામળા અગાઉ ૭પ પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ચોપડે રહી ચુકયો છે

રાજકોટ, તા., ૧૬ : ચોટીલાના દોઢ કરોડના દારૂ પ્રકરણમાં વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.તે દરમ્યાન મળેલ બાતમી હકિકત મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પો.સ્ટે. ગુરનં. ૧૧૨૧૧૦૦૯૨૬૦૨૮/ ૨૦૨૬ પ્રોહી. કલમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) ના કામના આરોપી બધાભાઇ ભોરાભાઇ શામળા જાતે-રબારી ઉ.વ.૩૪ ધંધો-માલધારી રહે. રાણપર, હોળી ચકલાની બાજુમાં તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા વાળાને માળીયા ખાતેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
પકડાયેલ બધા શામળા અગાઉ ૭પ પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે.
આ કામગીરી એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા, તથા એ.એસ.આઇ. રસીકભાઈ પટેલ તથા કાસમભાઇ બ્લોચ તથા સંદીપસીંહ રાઠોડ તથા પો.કોન્સ. મીતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(2:33 PM IST)










