<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

રાજકોટ રીયુનિયન વર્ટિકલ માઇક્રોડ્રામા એપિસોડીક વેબસીરીઝના પોસ્‍ટર-ટ્રેલર લોન્‍ચઃ ૧૮મીએ પ્રથમ એપીસોડ

મિત્રતા, લાગણીઓ અને યાદોના તાણાવાણા પર આધારીત વેબસીરીઝ

રાજકોટઃ ફોરફેમ પ્રોડકશન્‍સ દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવી રહેલ નવીનતમ વર્ટિકલ ડ્રામા સીરીઝ ‘રાજકોટ રીયુનિયન' નું ટ્રેલર આજે સોશિયલ મીડિયામાં રજુ કરવામાં આવેલ છે. જેના કુલ ૧૮ એપિસોડમાંથી પ્રથમ એપીસોડ ૧૮મીએ રજૂ થશે. ફોરફેમ પ્રોડકશન્‍સ દ્વારા પહેલીવાર સાઉથનાં રાઇટર - ડિરેકટર સાથે હિન્‍દી ભાષામાં, એક નવા કોન્‍સેપ્‍ટ, સબ્‍જેકટ સાથે ‘રાજકોટ રીયુનિયન'ને રજુ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

પ્રડકશન નામઃ ફોરફેમ પ્રોડકશન, નિર્માતાઃ મિહિર જોષી, નીરવ ભટ્ટ, લિયયોનાર્ડ લોરેન્‍સ, અધિશ જોષી, સિરીઝ નામઃ રાજકોટ રિયુનીયન (એપીસોડીક વેબ સીરીઝ), લેૃખક તથા નિર્દેશકઃ આશિષ મોહનદાસ, ઓડિટર : નિરવ ભટ્ટ, કલાારો, : આશિષ મોહનદાસ, અધિષ જોષી, નિરવ ભટ્ટ, લિયોનાર્ડ લોરેન્‍સ, જયદેવ ચાવડા છે. આ વેબ સિરીઝ મિત્રતા, લાગણીઓ અને યાદોનાં તાણાવાણા પર આધારિત છે. આ સિરીઝમાં જેન-ઝેડા મિત્રો તથા યુવાપેઢીને પસંદ પડે તેવા તમામ આધુનિક પાસાઓ અને અંદાજને પ્રસ્‍તુત કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

આ એપિસોડ @FourFameProductions મો. ૮૩૨૦૪૪૭૩૮૭ ઉપર સંપકસ્‍ કરી શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(3:35 PM IST)