<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

અશાંત ધારા હેઠળની અરજીઓમાં પડતી મુશ્‍કેલીઓ નિવારવા રાજકોટ રેવન્‍યુ બાર એસો.ની પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત

રાજકોટ રેવન્‍યુ બાર એસોસિએશનની પ્રાંત અધિકારીને રૂબરૂ રજૂઆત

રાજકોટ રેવન્યુ બાર ઍસોસિઍશનની પ્રાંત અધિકારીને રૂબરૂ રજૂઆત

રાજકોટ, તા.૨૫: રાજકોટ રેવન્‍યુ બાર એસોસિએશનના વકીલો દ્વારા અશાંત ધારા હેઠળની અરજીઓમાં પડતી મુશ્‍કેલીઓ તથા અરજીઓના નિકાલમાં થતો વિલંબ અંગે રાજકોટના પ્રાંત અધિકારીશ્રીને રૂબરૂ મળી વિસ્‍તળત રજૂઆત કરવામાં આવી હતી.

અશાંત ધારા હેઠળની મિલકતના વેચાણ માટે કરવામાં આવતી અરજીઓમાં પડતી વ્‍યવહારુ મુશ્‍કેલીઓ, પ્રક્રિયામાં થતો વિલંબ તથા અરજદારો અને વકીલોને પડતી મુશ્‍કેલીઓ અંગે એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીશ્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારીશ્રીએ સમગ્ર રજૂઆતને હકારાત્‍મક રીતે સાંભળી અશાંત ધારા સંબંધિત અરજીઓનો વહેલી તકે નિર્ણય કરવા તથા જરૂરી કાર્યવાહી હાથ ધરવા અંગે સકારાત્‍મક અભિપ્રાય વ્‍યક્‍ત કર્યો હતો.

આ સમગ્ર રજૂઆતમાં રાજકોટ રેવન્‍યુ બાર એસોસિએશનના એડવોકેટશ્રીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી એકજૂટતા સાથે પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય રીતે જોડાયા હતા.

એસોસિએશન દ્વારા આશા વ્‍યક્‍ત કરવામાં આવી છે કે પ્રાંત અધિકારીશ્રીના હકારાત્‍મક અભિગમને પગલે અશાંત ધારા હેઠળની અરજીઓના ઝડપી નિકાલ માટે યોગ્‍ય કાર્યવાહી થશે અને અરજદારો તથા વકીલોને પડતી મુશ્‍કેલીઓમાં રાહત મળશે.

(2:54 PM IST)