<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

રાજકોટ ગ્રામ્‍ય પોલીસે ૮ વોન્‍ટેડ આરોપીઓને ઝડપી લીધા

મર્ડર, અપહરણ, છેતરપીંડી, ચોરી અને પોકસો સહિતના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીઓને રૂરલ એસપી. વિજયસિંહ ગુર્જરની ટીમે અન્‍ય રાજયમાંથી દબોચી લીધા

રાજકોટ તા.૨૨: સ્‍થાનીક સ્‍વરાજયની ચુંટણી અંતર્ગત રાજયના પોલીસવડા દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓના વોન્‍ટેડ આરોપીઓને ઝડપી લેવાની સ્‍પેશ્‍યલ ડ્રાઇવનું અંતર્ગત રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી તથા પેરોલ ફર્લો સ્‍કોડની અલગ-અલગ ટીમે અન્‍ય રાજયમાં છાપામારી મર્ડર, અપહરણ, છેતરપીંડી, ચોરી તથા પોકસોના ગુનામાં વોન્‍ટેડ આઠ આરોપીઓને ઝડપી લીધા હતા.

મળતી વિગમો મુજબ જેતપુર સીટી પો.સ્‍ટે ગુ.ર ગુ.ર.ન,૩૧૬/૧૯૯૯ આઇ.પી.સી કલમ ૦૨,૩૯૪ મુજબના ગુનાના કામે છેલ્લા ૨૭ વર્ષથી મર્ડરના ગુનામાં ફરાર લીસ્‍ટેડ આરોપી નાસતો ફરતો આરોપી વીરેન્‍દ્ર ભુરાલાલ તાલ પટેલ રહે. મુકુ મુકુંદપુર ગામ, થાના- ભરતકુપ તા.કર્વી જી.ચીત્રકુટ ઉત્તરપ્રદેશ વાળાને રોહતક જીલ્લા હરીયાણા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ જેતપુર સીટી પો.સ્‍ટે ખાતે સોંપી આપેલ છે. તેમજ જસદણ પોલીસ સ્‍ટેશન ગુ.ર.ન. ૦૭૯૦/૨૦૧૦ આઇ.પી કલમ ૪૦૬,૪૨૦ ના કામે છેલ્લા ૧૬ વર્ષથી છેતરપીંડી વિશ્વાસઘાતના ગુનામાં ફરાર લીસ્‍ટેડ આરોપી નાસતો ફરતો ભદ્રાયુ ઉર્ફે ભોળાભાઇ ડાયાભાઇ પટેલ રહે. વડોદરા, વાઘોડીયા, કસ્‍તુરબા ફળીયા જી.વડોદરા હાલ- રહે તેલંગણા (હૈદરાબાદ) વાળાને હૈદરાબાદ ખાતેથી પકડી પાડી વધુ તપાસ અર્થે જસદણ પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે. વિરપુર પો.સ્‍ટે ગુ.ર.ન. ૪૧/૨૦૧૩ I.P.C. ૩૦૨,૧૧૪ તેમજ Arms Act ૨૫(૧), (૧-બી), ૧૩ મુજબના ગુનાના કામે છેલ્લા ૧૩ વર્ષથી મર્ડર તેમજ હથીયાર ધારાના ગુનામાં ફરાર લીસ્‍ટેડ તેમજ ઇનામી આરોપી રોહન બચ્‍ચાપ્રાસદ રાવત (યાદવ) રહે. ગોરખપુર, બેતીયાઆતા કચરા બિલ્‍ડીંગ, કાલી મંદિર પાસે, ઉત્તર પ્રદેશ વાળાને ગોરખપુર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ વિરપુર પો.સ્‍ટે ખાતે સોંપી આપેલ છે. વિંછીયા પો.સ્‍ટે.ગુ.ર.નં.૨૧/૨૦૨૧ પ્રોહીબીશન એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના ના કામે છેલ્લા ૫ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં ફરાર લીસ્‍ટેડ તેમજ ઇનામી નાસતો ફરતો આરોપી શૈલેન્‍દ્ર ઉર્ફે મુકેશ પુરખારામ ગોદારા રહે. ૭ MZW, ૧૯ AG, ડબલીકલા તા.ટીબી જી.હનુમાનઢ (રાજસ્‍થાન) વાળાને પોતાના વતન રાજસ્‍થાન ખાતેથી પકડી પાડી વધુ તપાસ અર્થે વિંછીયા પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્‍ટેશન ગુ.ર.ન. ૪૩૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૫(એ),૩૩૧(૪),૫૭ ના કામે છેલ્લા ૦૧ વર્ષથી ચોરીના ગુનામાં ફરાર લીસ્‍ટેડ આરોપી નિતીન ગોપસીંગ મોહનીયા રહે.બીલીયા ગામ, નિશાળ વાળું ફરીયું તા.ધાનપુર જી.દાહોદ વાળાને તેના વતન બિલીયા દાહોદ ખાતેથી પકડી પાડી વધુ તપાસ અર્થે મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે. મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્‍ટેશન ગુ.ર.ન. ૪૩૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૫(એ),૩૩૧(૪),૫૭ ના કામે છેલ્લા ૦૧ વર્ષથી ચોરીના ગુનામાં ફરાર લીસ્‍ટેડ રાજ લલીતભાઇ સોની રહે. ડી.સી જવેલર્સ,વાણી ધર્મશાળા પાસે,વિનોબા માર્ગ જોબટ, જી.અલીરાજપુર, મધ્‍યપ્રદેશ વાળાની તપાસ કરતા આરોપી હાલ રાજસ્‍થાન રાજયની કોટા સેન્‍ટ્રલ જેલ રાજસ્‍થાન ખાતે સજા ભોગવતો હોય જેથી તેને ઉપરોકત ગુનાના કામે કબ્‍જો મેળવવા મેટોડા જી.આઇ.ડી.સી પો.સ્‍ટે નાઓને જાણ કરી મજકુર આરોપીને ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે. મોરબી તાલુકા પો.સ્‍ટે ગુ.ર.ન.૧૨૦/૨૦૧૭ આઇ.પી.સી કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના ગુનાના કામે છેલ્લા ૯ વર્ષથી અપહરણ ના ગુનામાં ફરાર લીસ્‍ટેડ તેમજ ઇનામી આરોપી દેબાશીશ ઉર્ફે દેવાશી ઉર્ફે કાનુ S/O મદન બારીક ઉ.વ.૨૮ રહે. કુડીયા પો.સ્‍ટે જમાલપુર તા.બોસ્‍તાથાના જી.બાલેશ્વર રાજય ઓરીસ્‍સા વાળાને તેના વતન ઓરીસ્‍સા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ મોરબી તાલુકા પો.સ્‍ટે ખાતે સોંપી આપેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પો.સ્‍ટે ગુ.ર.ન.૪૧/૨૦૨૩ બી.એન.એસ કલમ ૧૩૭(૨), ૮૭,૬૪(૨) (આઇ)(એમ),  ૬૫(૧) તથા પોકસો એકટ ૪,૬ મુજબના ગુનાના કામે છેલ્લા ૩ વર્ષથી પોકસો ના ગુનામાં ફરાર લીસ્‍ટેડ તેમજ ઇનામી આરોપી સંદિપ ગોકરણભાઇ પાસવાન રહે. ઝરવા ગામ તા.તુલસીપુર જી.બલરામપુર રાજય ઉત્તરપ્રદેશ વાળાને તેના વતન ઉત્તરપ્રદેશ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ મોરબી સીટી એ ડીવીઝન પો.સ્‍ટે ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહી  રૂરલ એલસીબીના પોલીસ ઇન્‍સપેકટર વી.વી.ઓડેદરા તથા PSI  કે.એમ.ચાવડા, PSI એચ.સી. ગોહિલ, PSI આર.વી.ભીમાણી, તથા એલ.સી.બી સ્‍ટાફ તેમજ પેરોલ ફર્લો સ્‍કોડના પોલીસ સબ ઇન્‍સપેકટર  પી.એન.ભરવાડ તથા પેરોલ ફર્લો સ્‍ટાફ જોડાયો હતો

રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર

 

(2:48 PM IST)