તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
રાજકોટ તાલુકા પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો: કાલાવડ રોડ નજીક પરથી જીતુ શેખાને પકડ્યો
પીએસીએસ.આર.મેઘાણી, સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. એમ.એચ.મહારાજની ટીમની કામગીરી: બળભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને વનરાજભાઈ લાવડીયાની બાતમી

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા દક્ષિણ વિભાગમાં મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુના અને વાહન ચોરી અટકાવવા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ સુરૂભા જાડેજા, જયપાલસિંહ ફરદેવસિંહ સરવૈયા અને વનરાજભાઈ કરશનભાઈ લાવડીયાને ટેકનિકલ સોર્સથી માહિતી મળી હતી કે ચોરી કરેલ મોટરસાયકલ નં. GJ-32-AF-3547 સાથે એક શંકાસ્પદ શખ્સ રાજકોટમાં કાલાવડ રોડ નજીક જીનીયસ સ્કૂલ પાસેની દિવાલ નજીક ઊભો છે. આ હકીકતના આધારે મજકુર ઇસમ પાસે રહેલા મો.સા. અંગે પોકેટ કોપ એપમાં સર્ચ કરતા તે અન્ય વ્યક્તિના નામે હોવાનું જણાયું હતું અને યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ વાહન તા. ૦૮/૧૧/૨૦૨૬ના રોજ માવડી ચોકડી પાસેથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું, જે અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૩૨૬૦૯૯૧/૨૦૨૬ BNS કલમ- ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો.
પોલીસે મજકુર ઇસમ પાસેથી રૂ. ૬૫,૦૦૦ની કિંમતનું એક કાળા કલરનું હીરો એક્સ્ટ્રીમ વાહન નં. GJ-32-AF-3547 કબજે કર્યું હતું અને તા. ૨૧/૧૧/૨૦૨૬ના રોજ આરોપીને ઝડપી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢવામાં આવ્યો હતો
પકડાયેલા આરોપીનું નામ જીતુ જેરામભાઈ સેખા (ઉ.વ.૩૬, ધંધો-મજૂરી, રહે. નારણપર, ગ્રામ પંચાયતની બાજુમાં, જિ. જામનગર) છે. તેને રાજકોટમાં કાલાવડ રોડ નજીક જીનીયસ સ્કૂલ પાસેની દિવાલ નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો. આ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર રાકેશ દેસાઈ (ઝોન-૨) તથા ઇ.મદદનિશ પોલીસ કમિશનર આર.એસ.બારીઆના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.મેઘાણી તથા સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. એમ.એચ.મહારાજ સાથે એ.એસ.આઈ. ક્રિપાલસિંહ સહદેવસિંહ ઝાલા, કિશોરસિંહ રણજીતસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. અજયભાઈ ભગવાનજીભાઈ મુંડીયા તથા પો.કોન્સ. વનરાજભાઈ કરશનભાઈ લાવડીયા, બળભદ્રસિંહ સુરૂભા જાડેજા, મુકેશભાઈ નાગદાનભાઈ ડાંગર, જયપાલસિંહ ફરદેવસિંહ સરવૈયા, કુલદીપસિંહ લાલુભા જાડેજા, કરણભાઈ ભરતભાઈ જાદવ અને ટી.આર.બી. સાગરભાઈ વાંકે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
(12:27 PM IST)










