તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
જુનિયર બોયઝ ઈન્ટર ડિસ્ટ્રીક ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટની ટીમ ક્વાટર ફાઈનલમાં

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ૩૫ મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી ૨૦૨૬, જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ ગાંધીનગરમાં રમાય રહેલ છે. જેમાં ગુજરાતના ૨૩ જીલ્લાની ટીમો જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલ છે. બધી ટીમોને ૭ ગ્રુપમાં વહેચવામાં આવેલ છે અને ગ્રુપ સ્ટેજના મેચ ચાલુ છે.
રાજકોટના ગ્રૂપમાં છોટાઉદેપુર, જામનગર અને મહેસાણા ની ટીમો હતી. રાજકોટની ટીમે પોતાના ગ્રુપમાં શાનદાર પ્રદર્શન કરી જામનગરની ટીમને ૨૧-૦થી, છોટાઉદેપુરની ટીમને ૨૫-૦ થી અને મહેસાણા ની ટીમ ને ૫-૦ થી મહાત આપી જોરદાર રમત રમી ક્વાર્ટર ફાઇનલ માં પોતાની જગ્યા પાકી કરી લીધેલ છે. ક્વાટર ફાઇનલ મેચ તા.૨૬ના રવિવારે આણંદ ની ટીમ સાથે રમવાનો છે. રાજકોટની ટીમ માં રાજન રૈયાણી (ગોલ કીપર તથા કેપ્ટન), અમન રૂદાતલા, નિત્યારાજસિંહ જાડેજા, હરિવંશ પટેલ, પ્રસન્ન ધોળકિયા, આરવ જગાણી, વેદ ચિત્રોડા, સમર્થ ઠાકર, એડમ ગૂસાઈન, અદ્વૈથ પ્રદીપ, અનિકેત ગુપ્તા, વૈદિક જાવિયા (ગોલ કીપર), વ્યોમ ધામેલિયા, માધવ બોરિચા, કબીર ચૌહાણ, આર્યન પટેલ, આયુષ નાયક, રામ ઓઝા, નિહાલ દિવેચા, આદર્શ મિશ્રા, હેડ કોચ અમીત સિયાળીયા તથા મેનેજર દીપકરાવ યશવંતે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ડી.વી. મહેતા બી. કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા, જીવનસિહ બારડ, અમૃતલાલ બૌરાસી, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, મનદીપસિહ બારડ, આશિષ ગુરુંગ, રફેલ ડાભી, શિવરાજાસિહ ચાવડા, રોહિત પંડિત, પૃથ્વી જેઠવા, સહિત ના એસોસિએશન ના સભ્યોએ ટીમ ને ક્વાટર ફાઇનલ માં પહોચવા બદલ અભિનંદન પાઠવેલ છે.
(2:27 PM IST)










